________________
[ ૬૪૬]
શ્રી વિજયપધસૂરિજી કૃત
કરવું, પરંતુ પારણું કરવાની વહેલાના ટાઈમમાં મુનિરાજને જેગ (સમાગમ, મેળાપ) મળેજ, એવું બધા સ્થલે બની શકે નહિ. આજ મુદ્દાને લક્ષ્યમાં રાખીને શ્રી ઉપદેશ પ્રાસાદ વિગેરેમાં કહ્યું છે કે પૂજ્ય સાધુ મહારાજને દાન દઈને શ્રાવક પારણું કરે, પણ કદાચ એ જોગ ન બને તે પારણું કર્યા પછી પણ હર્ષથી અચાનક આવી ચઢેલા સાધુને દાન જરૂર દેવું એમ શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિ, ચૂર્ણિ વિગેરે ઘણા શાસ્ત્રોમાં કહ્યું છે. કઈ રીતે વહેરાવવું આની સમજણ ન હાય, અથવા તબીયતનું કે સૂતકાદિ ખાસ કારણ હોય તે ઘરમાંના જાણીતા શ્રાવિકા વિગેરે પણ ખૂશીથી હરાવી શકે, અને એમ પોતે અતિથિ સંવિભાગ કર્યો કહેવાય. બહેરાવવાની ઉત્તમ રીત તે એજ છે કે સાધુને આહારાદિ વહોરાવવામાં લગાર પણ દેષ ન લાગે, તેવી રીતે વિધિ પૂર્વક હેરાવે. આવું તે હરાવનાર વિધિને જાણકાર હોય, તેજ જાળવી શકે. આ પહેલા નંબરને ઉત્તમ માર્ગ છે. અથવા હોરનાર મુનિરાજ જાણકાર છે, તેથી તેમની સૂચના પ્રમાણે હેરાવે. આ બીજા નંબરને માર્ગ છે. આહારાદિના લેનારા મુનિરાજ પિતાને આહારાદિ હેરવાની અને શ્રાવકે કઈ રીતે તે વહેરાવવા જોઈએ આ બીન જાણતા નથી, પણ તે બધું શ્રાવક જાણે છે, તો તે પ્રમાણે જાણકાર શ્રાવકે હેરાવે, એ ત્રીજા નંબરને માર્ગ છે. તથા જેમાં ઉપરની બીનાના બંને જાણકાર ન હોય એ માર્ગ તે તદ્દન આચરવા (અમલમાં મૂકવા) લાયકજ નથી. આ ઇરાદાથી શાસ્ત્રમાં દાયક અને ગ્રાહકની ચઉભંગી દર્શાવી ( જણાવી) છે, તે શ્રાવકધર્મ જાગરિકામાં કહી છે. ત્યાંથી જાણી લેવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org