________________
[ ૬૪૦ ]
શ્રી વિપારિજી કૃત છે. આ વ્રતના નીચે જણાવેલા પાંચ અતિચારે જાણીને
જરૂર ટાળવા | ૧–પૌષધમાં ઠલે માત્રે જવાના પ્રસંગે પરઠવવાની જગ્યા જરૂર તપાસવી. જ્યાં જીવાત ન હોય ત્યાં પરઠવવું. પરંઠવીને “આણુજાણહ જસુગ્ગા સિરે” એમ ત્રણ વાર બેલવું. આમાં ભૂલ કરે તે અતિચાર લાગે. - ૨--કઈ પણ બાજોઠ વિગેરે ચીજ લેવી હોય કે મૂકવી હોય, ત્યારે લેતાં મૂક્તાં ચરવાથી પુંજવું જોઈએ, અને જેવું જોઈએ. તેમ ન કરે તે અતિચાર લાગે. - ૩–જ્યાં સંથારે કરવો હોય તે જગ્યા પહેલાં દંડાસણથી પૂજવી જોઈએ, તેમ ન કરે તે અતિચાર લાગે.
૪–પૌષધમાં કિયા કરતાં આદર (પરમ ઉલ્લાસ) ભાવ રાખવે, વેઠ ઉતારવી નહિ, પડિલેહણમાં બોલાય નહિ. વિગેરે બાબતમાં કાળજી રાખવી.
પ--જે ટાઈમે પૌષધ લીધે હોય, ત્યારથી ચાર પહેર કે આઠ પહોર બરાબર પૂરા થયા બાદ પોસહ પારો જોઈએ. આમાં ભૂલ કરે તે અતિચાર લાગે. બીજા ગ્રંથમાં એમ પણ કહ્યું છે કે પૌષધમાં પારણાને વિચાર ન કરાય, કરે તે અતિચાર લાગે.
(૧) શેઠ નંદમણિયાર પૌષધમાં દેષ લગાડવાથી દેડકાને અવતાર પામ્યા. એમ સમજીને પૌષધમાં દેષ ન લગાડવા જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org