________________
[ ૬૩૮]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત
નહિ. પિસાતીના નિમિત્તે કરેલ આહાર હય, તે તેઓ વાપરી શકે, એમ નિશીથભાષ્ય, નિશીથપૂર્ણિ વિગેરે ઉપરથી જાણું શકાય છે. પરંતુ બને ત્યાં સુધી પિષધમાં શ્રાવકે નિર્દોષ આહાર વાપરે જોઈએ. અને તમામ આહારના ત્યાગ કરવા રૂપ સર્વોત્કૃષ્ટ પિષધની અનુમોદના કરવી. એમ દેશથી આહાર પિષધની બીના જણાવી. જે ચૌવિહાર ઉપવાસ કરે, એ સર્વથી આહારપષધ કહેવાય. અમુક પ્રકારનું સ્નાનાદિ ન કરવું એ દેશથી શરીર સત્કારપષધ કહેવાય અને જેમાં સર્વથા સ્નાનાદિને નિષેધ હોય તે સર્વ શરીર સત્કારપૌષધ કહેવાય. તથા દિવસે કે રાતે બ્રહ્મચર્ય વ્રત ધરાય તે દેશથી, અને અહોરાત્રને જે શીલને નિયમ તે સર્વથા બ્રહ્મચર્ય પિષધ કહેવાય. તેમજ અમુક સાવદ્ય વ્યાપાર કરવાનો જે નિયમ તે દેશથી, અને ઘર દુકાન વિગેરે સંબંધી તમામ વ્યાપારને જે ત્યાગ કરે એ સર્વથા અવ્યાપાર પૈષધ કહેવાય. અહીં યાદ રાખવું કે દેશપષધમાં સામાયિક કરવાનું હોય અને ન પણ હોય, અને સંપૂર્ણ પૌષધમાં સામાયિક એ મહાકુલ દેનારૂં છે એમ સમજીને તે જરૂર કરવું જોઈએ. (૧) શંખશ્રાવક નિર્મલ ભાવથી પૌષધની આરાધના કરતા હતા. તેની પ્રશંસા પ્રભુદેવે સભામાં કરી હતી. ધર્મની આરાધના કરી તે પહેલા દેવકની છદ્ધિ ભેળવીને મહા વિદેહમાં સિદ્ધિપદ પામશે. (૨) રાજા પૃથ્વીપાલ આ વ્રતના પ્રભાવે મરીને મહા ધનવંત શેઠ થયા. અહીં પણ પૌષધની સાધના કરતાં ઘણું ઉપસર્ગો નિવાર્યા, છેવટે દીક્ષા લઈ કેવલજ્ઞાન પામ્યા. આમાંથી સમજવાનું એ કે પૌષધ આત્માને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org