________________
શ્રી વિજયપધરિછકૃત
એની ગુપ્ત હકીકત જણાવવામાં બહુ મદદગાર હતો. આ બીના સામંત રાજાઓએ જાણું. એક વખત તે દૂત સામંત રાજાઓ પાસે આવ્યા, ત્યારે કામ પતાવી અવંતી તરફ જતી વેલાએ તેને મારવાને માટે ખબર ન પડે, તેમ તેઓએ ઝેરી ભાતું દીધું. દૂતને આ કપટની ખબર ન પડી. જેથી રસ્તામાં જ્યાં જમવાની તૈયારી કરે છે, ત્યાં ઉપરા ઉપરી અપશુકન થવા લાગ્યા, તેથી તે જ નહિ, અને જલ્દી ચંપ્રતની પાસે આવીને તે બીના જણાવી. આ વખતે રાજાએ પાસે રહેલા અભયકુમારને આ ભેજન દેખાડયું. તેણે જોતાંની સાથે જ જણાવી દીધું કે, આ ભેજનમાં ઝેરી ગંધ આવે છે, તેથી આની અંદર દષ્ટિવિષ સાપ (સાપ) હેય, એમ મને લાગે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આવા આવા ઉપાયથી ભેજન વિશેરેમાંનું ઝેર પારખી શકાય. તે આ પ્રમાણે -(૧) ચકોર–આવી ચીજ જોઈ ને આંખ મીંચી દે છે, (૨) કોયલ તે જોઈને ઉન્મત્ત બને, અને મરી જાય. (૩) કૌચ તેવી ચીજ જોઈને મદ પામે. (૪) નળીઆના મરાય વિકસ્વર થાય અને (૫) મેર તેવી વસ્તુ જોઈને ખુશી થાય. યાદ રાખવું કે ઝેરી પદાર્થની ઉપર જે નેળીયાની અને મેરની નજર પડે તો એર મંદ (ઓછી શક્તિવાળું) થઈ જાય. ઝેરી અનાજ વિગેરેને જોઈને બિલાડી ખેદ પામે, વાંદરે વિષ્ટા કરે, કૂકડે રૂવે, ભમરે આવી ચીજ સુંઘીને ગુંજારવ કરે, મેના પિપટ ક્રોધ કરે, અને હંસ આવું અનાજ જોઈને ચાલતા ચાલતા અટકી જાય. આ બીના સાંભળીને રાજાએ એ ઝેરી અનાજ જંગ લમાં મૂકાવ્યું, ત્યાં તેમાંથી ઝેરી સર્પ નીકળ્યો. તેની દ્રષ્ટિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org