________________
[ ૬૩૨ ]
શ્રી વિજયપારિજી કૃત ત્યારે એમ વિચારે કે “જે હું જાતે જાઉં, તે મારે નિયમ ભાગે” આ ઈરાદાથી સેવક (નેકર, મુનીમ વિગેરે) ને મેકલે. શ્રાવકથી આમ ન કરાય, કારણ કે કરીએ તો અતિચાર લાગે. આમાં જરૂરી જયણા પૂર્વની (પહેલા અતિ ચારમાં જણાવ્યા) માફક રખાય એટલે દિક્ષા સંક્ષેપથી કંઈ જરૂરી ચીજ મેકલવી પડે, તેની જરૂરી જયણુ રખાય. - ૩–શબ્દાનુપાત–પહેલાં જેમ માણસને મોકલવાનું કહ્યું, એને બદલે અહીં ધારેલા ક્ષેત્રની બહાર રહેલા માણસને પિતાનું કામ જણાવવા માટે અથવા બોલાવવાને ખાંસી, ખૂંખારો વિગેરે કરે, જેથી સાંભળનાર એમ જાણે કે અમુક માણસ મને બોલાવે છે વિગેરે. આમ કરવામાં પોતે એમ ધારે છે કે, હું ક્યાં ધારેલા ક્ષેત્રની બહાર જાઉં છું? પરંતુ તેમ કરવું નહિ, કરે તે અતિચાર લાગે.
૪રૂપાનુપાતએ પ્રમાણે (જેમ ખૂંખારે કરો વિગેરે કહ્યું તેમ તેને બદલે) અહીં રૂપને દેખાડે એટલે નિયમીત ક્ષેત્રમાં એવી રીતે ઉભે રહે, કે જેથી સામો માણસ આને જોઈને તરત સમજી જાય કે, આ મને બોલાવે છે. એમ નિસરણું, અટારી, મેડી, અગાસી, ઉપર ચઢીને નિયમિત ક્ષેત્રની બહાર અમુક (જેની માટે જરૂર છે તે,) માણસ છે કે નહિ? તે જોઈને નક્કી કરે.
પ-પુદ્ગલપ્રક્ષેપઅહીં પુગલ શબ્દથી પત્થર, લાકડું વિગેરે લેવા. પિતાનું ધારેલું કામ કરી શકે એ માણસ, નિયમમાં ધારેલા ક્ષેત્રની બહાર રહ્યો છે. પોતાને ત્યાં જવાને નિયમ છે, તેથી સામાને ચેતાવવાની ખાતર તેની સામે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org