________________
શ્રી દેશવિરતિ યન
[ at ]
આજ ખીના જણાવી છે. પરંપરા વિગેરેના આધારે આખા દિવસમાં દશ સામાયિક કરવા એ પણ દેશાવકાશિક ત કહેવાય છે. આમાં જે દિવસે દસ સામાયિક કરવાનાં હોય, તે દિવસે તપમાં ઓછામાં આછું એકાસણું તા કરવુંજ જોઇએ, એઆસણું થાય નહિ. એકાસણું, આયખિલ, નીવી ઉપવાસમાંનુ કાઈ પણ તપ કરીને સવાર સાંજના પ્રતિક્રમણૢના બે, અને આઠ ખીજા સામાયિક કરે, એમ દશ સામાયિક કરવા. દર વર્ષે આવા દેશાવકાશિક (૧૦ સામાયિક) મારે આટલા (૫–૧૦ વિગેરે) કરવા એમ નિયમ કરવા. આમાં માંદગી, મુસાફરી વિગેરે કારણે જયણા રખાય. આ વ્રતના પ્રભાવે સુમિત્ર નામના મહામંત્રીએ પેાતાના જાન બચાવ્યા, રાજાને ધમી બનાવ્યા, છેવટે અને જણા મહાવિદેહમાં સિદ્ધિપદ પામ્યા. ( અહીં ચડૈકાશિક સર્પનું પશુ દૃષ્ટાંત લઈ શકાય, તે પ્રસિદ્ધ છે. )
૫ આ વ્રતના પાંચ અતિચારા સમજીને ટાળવા । તે આ પ્રમાણે ॥
૧–આનયન પ્રયાગ નામના અતિચાર—નિયમમાં ધારેલા ક્ષેત્રની વ્હાર કઈ ચીજ રહી હેાય, તે માણસ માકલીને મંગાવાય નહિ, તેમ કરે તેા અતિચાર લાગે. આમાં જરૂરીયાત જણાય તે ‘દિશાના સક્ષેપ કરવાથી ખાસ જરૂરની કઇ ચીજ મંગાવવી પડે ’ આવી જયણા રાખે.
૨-પ્રેષ્ય પ્રયાગ નામના અતિચાર—નિયમમાં ધારેલા ક્ષેત્રની વ્હારના ભાગમાં ખાસ જરૂરી ( અગત્યનું) કામ હાય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org