________________
[ ૬૩૦ ]
શ્રી વિજ્યપધારિજી કૃત આવે, કે અહીંથી દેશાવર કાગળ વિગેરે લખવા પડે, વિગેરે બાબતમાં આ પ્રમાણે (અમુક) ઘટાડે કરૂં છું, અને જે ન કરી શકાય તે એમ કહે કે હું છઠ્ઠા વ્રતમાં લખ્યા પ્રમાણે વતીશ. દરરોજ ૧૪નિયમ અને છ કાયના નિયમ ધારીને સાવદ્ય વ્યાપારાદિની ઓછાશ કરવી. આ પ્રમાણે કરનારા શ્રાવકેએ યાદ રાખવું કે સવારે ધારીને તે સાંજે સંક્ષેપવા. કારણ કે રાતે ઓછી ચીજ વપરાય. અને તે જ વખતે રાતને માટે નવા નિયમ ધારવા. અહીં વિચાર એ કરી લેવાને કે તે વાપરવાની ચીજો વિગેરે નિયમમાં રાખવી. બાકી ત્યાગ કરવું. રાતે ચેવિહાર કરે તેને દ્રવ્યને ત્યાગ અને ખાસ કારણે ખપ પૂરતી ગણત્રીની અણહારી વસ્તુની જરૂર જણાય તે તે નિયમમાં ગણી લેવી. સ્નાન તે કરાયજ નહિ. વિગેરે બીનજરૂરી હોય, તેને ત્યાગ કરવો. રાત વીત્યા બાદ સવારે રાતના નિયમે સંક્ષેપીનેજ નવા નિયમ ધારવા. પછી દેશાવકાશિકનું પચ્ચખાણ કરવું. નિયમ ધારવાની શરૂઆત હોય તો થોડા દિવસ અભ્યાસ (પ્રેકટીસ) પાડીને પચ્ચખાણ લેવું. જ્યારે પિષધ લેવાને વિચાર હોય, ત્યારે પહેલાંના (રાતના) નિયમે સંક્ષેપીને પૌષધ લે, અને મારીને તરતજ નવા નિયમ ધારી લેવા. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ચિદ નિયમ ધારતી વેલાએ પૃથ્વીકાયાદિને સંક્ષેપ કરવામાં પહેલા વ્રતને સંક્ષેપવાને મુદ્દો રહ્યો છે. એમ બીજા વતેમાં પણ વિચારીને યથાશક્તિ સંક્ષેપ કરવાનું સમજી લેવું. જ્યારે સૂવાને ટાઈમ થાય, ત્યારે તે હિંસા, મૃષાવાદ વિગેરેને સંક્ષેપ વધારે પ્રમાણમાં કર. શ્રી પંચસૂત્ર, સંથારા પિરિસી આદિમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org