________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૬૨૯]
૧૦. દશમું દેશાવકાસિક વ્રત છે આ વ્રતની વ્યાખ્યા–છઠ્ઠી વ્રતમાં એટલે પહેલા ગુણવ્રતને સ્વીકારતી વખતે શ્રાવકે યાવજજીવ સુધીનું દરેક દિશામાં જવા આવવા માટે પ્રમાણ નકકી કર્યું હતું. અહીં શ્રાવક તેમાંથી ઓછાશ (ઘટાડા) કરીને દરરેજને માટે એટલે ચાલુ દિવસ, રાત, કે પહર વિગેરેને માટે એ નિયમ કરે કે આજે હું અમુક ટાઈમ (દિવસ કે રાત) સુધી ચારે દિશા વિગેરેમાં અમુક (૪–૧૦ વિગેરે) જન, ગાઉ કે માઈલ સુધી જઈ શકું ને આવી શકે. આનું નામ દેશાવકાશિક વ્રત કહેવાય. દિશિ પરિમાણમાં સાવજ જીવ, વર્ષ વિગેરે કાલ હાય અને સો હજાર જન વિગેરે ક્ષેત્રનું પ્રમાણ કર્યું હોય, તેમાંથી અહીં ઘટાડે કરાય છે. આમ કરીએ તે લાભ એ થાય કે ધારેલા ક્ષેત્ર ઉપરાંત ન જવાય, તેથી આરંભાદિ પાપથી બચાય, મનમાં સંતોષ રહે, ખરાબ વિચારો આવતા બંધ થાય, નિરાંતે ધર્મ સધાય, કર્મ નિર્જરને મહા લાભ મળે, આ બાબતમાં શાસ્ત્રકાર ભગવંતે દષ્ટાંત દીધું છે કેદષ્ટિવિષ સર્પના ઝેરને વિસ્તાર બાર જન સુધી હોય છે, તેને અથવા વીંછીના (મનુષ્યના શરીરમાં ફેલાયેલા) ઝેરને જેમ મંત્ર કે વિદ્યાના પ્રભાવે ટુંકું કરી શકાય છે. તેમ અહીં છ વ્રતને સંક્ષેપ કરવામાં આવે છે. આ પ્રસંગે આની જેમ બીજા વ્રતને પણ સંક્ષેપ કર જોઈએ. કારણ કે આ કામ પણ અહીં જ કરવાનું કહ્યું છે. આ રહસ્યને ધ્યાનમાં રાખીને વ્રત લેનાર શ્રાવક એમ વિચારે કે દેશાવર માણસ મોકલવાની જરૂર પડે, અથવા ત્યાંથી કાગળ વિગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org