________________
[૬૨૮]
શ્રી વિજ્યપઘસરિજી કૃત ૩–કાય દુપ્પણિધાન નામનો અતિચાર–ખાસ કારણ વિના હાથ વિગેરે હલાવાય નહિ, કારણે પૂજના પ્રમાર્જના કરીને બેસવું, વસ્તુ લેવી મૂકવી. એઠીંગણ દેવું નહિ, તેમજ કાં ખાવાં નહિ. તેમ કરીએ તે અતિચાર લાગે.
૪-અનાદર (અનવસ્થા દેષ)–સામાયિક કરતાં ઉત્સાહ રાખે, વેઠરૂપે કરવું નહિ, નિયમિત વખતે લઈ પૂરેપૂરા ટાઈમસર પાળવું. ઓછા ટાઈમે પારવું નહિ, ઝટ લઈને ઝટ પારીએ તે અતિચાર લાગે, માટે ગોટાળે કરે નહિ.
પ-સ્મૃતિ હીનતા–જે ટાઈમે સામાયિક લીધું છે અને પારવાને ટાઈમ જરૂર યાદ રાખવું. કારણ કે ભૂલી જાય તે અતિચાર લાગે. આ પાંચે અતિચારેને યાદ રાખીને તેથી અલગ રહી સામાયિક વ્રતની રક્ષા (પાલન) કરવી.
એ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબ દ્વવ્યાદિકથી ૬ છીંડી, ૪ આગાર અને ૪ બોલે કરીને ૨૧ ભાંગામાંના અનુકૂલ ભાંગ પ્રમાણે નવમા સામાયિક વ્રતને અંગીકાર કરું .
છે ભાવના
યાવજ જીવ સુધીના સામાયિકમાં રહેનારા શ્રમણ નિર્ચને ધન્ય માનીને હું તેમને વંદન કરું છું. હે જીવ! તું તેવું સામાયિક લઈને નિઃસંગ મુનિવરેની સાથે ક્યારે વિચરીશ? યાદ રાખજો કે તેમ કર્યા વિના ખરૂં સુખ મિલે જ નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org