________________
શી દેશવિતિ જીવન
ક૭ ] વૈકાલિક ટીકામાં પણ કહ્યું છે. શ્રી ધર્મસંગ્રહાદિ અનેક શાસ્ત્રોમાં સામાયિક લેવાની વિધિ બતાવી છે. આ વિધિને જાળવીને સમતાએ સામાયિક કરતાં ૨ ક્રોડ, ૫૯ લાખ, ૨૫ હજાર, ૨૫૩ ને ૬ પોપમનું દેવાયુષ્ય બંધાય, અને આનાજ પ્રતાપે ઘણું જ મોક્ષે ગયા, જાય છે, જશે. કેસરીચાર સામાયિકમાં રહીને “નાસ્તિક વિચારોને લઈને મેં ઘણાં પાપકર્મ કર્યા, મને ધિકકાર છે” આમ પશ્ચાત્તાપ કરવા પૂર્વક શુભ ધ્યાનમાં આરૂઢ થઈને કેવલજ્ઞાન પામ્યો. સમતાભાવ ગર્ભિત સામાયિક રૂપી અગ્નિથી ઘણું ચીકણું કર્મો રૂપી લાકડાંને પણ થોડા ટાઈમમાં જરૂર બાળી શકાય છે, એવું ઉપરના દષ્ટાંતમાંથી સમજીને આ વ્રતને અંગે શ્રાવકે નિયમ કર કે અમુક સંખ્યા પ્રમાણ સામાયિક (૨-૪ વિગેરે) દરરોજ કરવા. આમાં ઈચ્છાનુસારે પ્રતિક્રમણને સમાવેશ કરે. અશક્તિ, માંદગી, મુસાફરી આદિ ખાસ કારણે જરૂરી જયણા રખાય. છે આ વ્રતના પાંચ અતિચારે આ પ્રમાણે જાણવા
૧-મનઃ દુપ્પણિધાન નામને અતિચાર–સામાયિકમાં હોઈએ ત્યારે મનમાં ઘર, દુકાન વિગેરેના, વ્યાપાર ધંધાના વિચારે કરાય નહિ, તેમ કરે તે અતિચાર લાગે.
૨- વચન દુષ્મણિધાન નામને અતિચાર–સામાયિકમાં કઠોર વચન ( વેણુ) ન બોલાય, સાચું નિર્દોષ પ્રમાણપત ઈિતું) બોલવું, સાવધ ભાષા બોલવી નહિ, બોલે તો અતિચાર લાગે. સૂત્રાદિના ઉચ્ચાર સ્પષ્ટ કરવા. .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org