________________
[ ૩૦ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
સાફ કરવું. અગલૂસણા તરીકે મેલું અને ફાટેલું વસ્ત્ર વાપરવાથી ઘણી આશાતના થાય છે માટે તેવાં અગલૂસણાને ત્યાગ કરવા. ત્રણ વાર અગલૂસણા કરીને ચંદન, કેસર, અરાસ વગેરે દ્રવ્યથી પ્રભુની દ્રવ્ય પૂજા કરવી. ૩૨.
આ ગાથામાં પ્રભુના કયા કયા અંગે પૂજા કરવી તે બતાવે છે:— અંગુષ્ઠ જમણેા તેમ ડામા પ્રથમ જાનુ તે પછી, મણિબંધ ખંધ શિરે લલાટે કંઠે હૃદ નાભિ પછી; નવ અંગ કેરી પૂજના એ દ્રવ્ય પૂજા જાણવી; દ્રવ્યના યોગે હુવે શુભ ભાવના પણ નવ નવી ૩૩
અર્થ :——સૌથી પ્રથમ પ્રભુના પગના ૧ જમણા અંગુઠે તથા ડાખા અંગુઠે પૂજા કરવી. ( ચંદનથી તિલક કરવાં ) ત્યાર પછી ૨ જાનુ (પ્રથમ જમણા પછી ડાખા) એમ એ ઢીંચણે પૂજા કરવી. પછી ૩ મણિમધ-ક્રમે હાથના જમણા ડાખા ( ક્રમસર-જમણી ડામી ) કાંડાની પૂજા કરીને ક્રમસર ૪ જમણા ડામા બે ખભાની પૂજા કરવી. પછીથી પ મસ્તકે ૬ લલાટે એટલે કપાળમાં, ત્યાર પછી ૭ ૩૪-ડાકે, પછી ૮ હૃદયે અને છેલ્લી ૯ નાભિ ( ુટીએ) પૂજા કરવી. એવી રીતે પ્રભુના નવ અંગની પૂજા કરવી. આવી રીતે દ્રવ્ય પૂજા કરવાનુ કારણ એ છે કે દ્રવ્યના યાગથી નવી નવી સારી ભાવના થાય છે.
૩૩.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org