________________
[ ૬ર૪ ]
શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત આ બીન જરૂર ધ્યાન રાખીને સામાયિકમાં ઉત્તમ ક્રિયા જળવાય તેમ વર્તવું. છે સામાયિકમાં રાખવાના ઉપકરણોને વિચાર છે
ધર્મસાધનામાં જે મદદગાર હેય તે ઉપકરણ કહેવાય. . શ્રાવકે સામાયિકમાં આવા પાંચ ઉપકરણે રાખવા. તે આ પ્રમાણેક-૧ સ્થાપનાચાર્ય ૨ મુહપત્તિ ૩ નવકારવાળી ૪ ચરવળે ૫ કટાસણું. તેમાં ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની નવકાર અને પચિદિય સૂત્ર બેલીને પહેલાં સ્થાપના કરવી જોઈએ. પછીથી સામાયિક લેવાય. સ્થાપનાના દશ ભેદે શ્રી આવશ્યક નિર્યુક્તિમાં વાંદણુનું સ્વરૂપ દર્શાવવાના અવસરે જણાવ્યાં છે. વંદનાના પ્રસંગે સમજવું જોઈએ કે સાધુની જેમ શ્રાવકને પણ દ્વાદશાવર્ત વંદના કરવાનો અધિકાર છે. અહીં જેમ સ્થાપનાની જરૂરિયાત હોય છે, એમ સામાયિ. કમાં પણ સ્થાપનાચાર્યની જરૂરિયાત જાણવી. આ બાબત શ્રી વ્યવહાર સૂત્રની ચૂલિકામાં સિંહ શ્રાવકનું દષ્ટાંત દઈને સારી રીતે સમજાવી છે. તેમજ શ્રી વિશેષાવશ્યકમાં પણ કહ્યું છે કે-પ્રભુના અભાવે જેમ જિનબિંબની જરૂરિયાત હોય છે, એમ ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની જરૂરિયાત જાણવી. તેમજ સાધુની માફક શ્રાવક પણ સામાયિક સૂત્ર બેલે ત્યારે ભંતે શબ્દ બેલે છે. એથી પણ સાબીત થાય છે કે બંનેને સ્થાપનાચાર્યની જરૂરિયાત હોઈ શકે. જ્યારે વિશિષ્ટ જ્ઞાન કિયાના ધારક મહાપુરૂષે પણ સ્થાપનાની આગળ ક્રિયા કરે, તે પછી તેથી ઉતરતા દરજજાવાળા શ્રાવકને જરૂર ક્રિયા કરતાં સ્થાપના રાખવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org