________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૬૦૦ ] (દિ-ફર્યા) છે. મિથ્યાત્વ નામે મંત્રી અને કુબોધ નામે દૂત છે. મેહની કુદષ્ટિ રાણી છે તેની વિકથા એ બહેનપણી છે. એિની સોબત લગાર કરવા જેવી નથી. કારણકે સુભદ્ર શેઠની દીકરી રોહિણુએ એની સેબત કરી એટલે તે વિકથાને કરવા લાગી. અનુક્રમે આ ટેવ વધતા વધતા એટલે સુધી વધી ગઈ કે રહિએ રાજાની રાણીને પણ ન છોડી. એટલે તેની નિંદા કરવા લાગી. આથી રાજાએ તેને નગરમાંથી કાઢી મૂકી. જંગલના અસહ્ય દુઃખ ભેગાવીને તે બંતરી થઈ. ત્યાંથી વીને વિકથા કરવાના પાપને લઈને જ તે અનંત કાળ સુધી એકેન્દ્રિયાદિકમાં રખડી, છેવટે તે પુણ્યના યોગે ભુવનભાનુ કેવલી થઈ. આ વાત યાદ રાખીને ડાહ્યા શ્રાવકોએ વિકથાને ત્યાગ કરે. એમ પાંચ પ્રમાદની
કામાં બીના પૂરી થઈ. મદ્ય વિગેરે પાંચે પ્રમાદના સાધને છે, એમ સમજીને શ્રાવકે તે બધાને ત્યાગ કરે. તે ઉપરાંત નીચે જણાવેલા પ્રમાદને લઈને થતા (પ્રમાદાચરણના) કાર્યો નજ કરવાં જોઈએ.
૧–જ્યાં લીલફૂલ જીવાત ઘણું હોય તેવી જગ્યાએ હાવું નહિ. કારણકે લીલ ફૂલને લઈને અનંતા છે અને બીજી પણ જીવાત હણાય. ન્હાવાને પ્રાચીન નિર્દોષ વ્યવહાર એ હતો કે શ્રાવકે જોઈએ તેટલું રીતસર પાણ ડોલ વિગેરે વાસણમાં લઈને પરનાળવાળા બાજોઠ ઉપર ન્હાય. તે પાણી પરનાળની નીચેની કુંડીમાં જાય. હાઈને પિતે તડકે જીવાત જોઈને છુટું છુટું નાંખે. આ પ્રમાણે દરેક વ્યવહાર જાળવવામાં જીવદયા પળે, પાપથી બચીને સુખી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org