________________
[ 9 ]
શ્રી વિજયપધસૂરિજી કૃત ગણાને બદલે ત્રણગણું કે ચારગણું બળ હેય, અને આવા જીવો નરકે જાય. એટલે જેની નરકમાં જવાની લાયકાત હેય, તેવા ખરાબ વિચારવાળા જીને આવી ગાઢ ઉંઘ હોય છે. આવી નિદ્રાવાળા જીના દષ્ટાંત મહાભાષ્ય અને શ્રી નિશીથ સૂત્રમાં ઘણાં આપ્યા છે. તેમાં માંસ, માદક, હાથીદાંત, કુંભાર અને વડનું દષ્ટાંત વધારે પ્રસિદ્ધ છે. ભવ્ય છિએ યાદ રાખવું કે નિદ્રા અનેક નવા ગુણોને આવતા
અટકાવે છે, અને જૂના ગુણેને નાશ કરે છે. પ્રમાદને વધારે છે. વિગેરે સ્વરૂપ જાણુને પ્રભુએ યંતી શ્રાવિકાને કહ્યું કે, ધમ જીવોનું જાગવું સારું છે અને અધમી જીવનું ઉંઘવું સારું છે વિગેરે બીના શ્રીભગવતી સૂત્ર વિગેરેમાંથી લઈને શ્રી શ્રાવક ધર્મ જાગરિકામાં વિસ્તારથી કહી છે. આ વાત ધ્યાનમાં રાખીને શ્રાવકેએ નિદ્રાની ધીમે ધીમે ઓછાશ થાય તેવી કાળજી જરૂર રાખવી.
. (૫) વિકથા-રાજા, સ્ત્રી, દેશ, ભેજન વિગેરેની લંબી ચોડી વાત કરવી એ વિકથા કહેવાય. આવી વાતે કરવાથી ધર્મારાધન અટકે, ચીકણું પાપ બંધાય, અને દુરાચાર સેવાય, તથા પરભવમાં દુર્ગતિ મલે એમ સમજીને આવી વિકથા નજ કરવી જોઈએ. શ્રી આવશ્યકાદિ સૂત્રમાં અને રાજસ્થા વિગેરે ચાર ભેદ અને સંબોધ સપ્તતિકાની ટેકામાં સાત ભેદ કહ્યા છે. તેમાં ચાર ભેદો તે પ્રસિદ્ધજ છે. બાકીના (૫) મૃદ્ધીકથા (૬) દર્શન ભેદિની (૭) ચારિત્ર ભેદીની એમ ત્રણ ભેદે જાણવા. આ પ્રસંગે સમજવું જોઈએ કે મેહરાજા ચિત્તરૂપ નગરમાં રહે છે. તેના રાગ, દ્વેષ આ બે દીકરા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org