________________
-શ્રી દેશવિરતિ જીવન
" [ ૬૭૭] આપે છે, એમ સમજીને ભવ્ય જીએ પ્રભુશ્રી નેમિનાથ વિગેરેના દષ્ટાંતેને નિરંતર યાદ કરીને તેનો ત્યાગ કરે. (૩) સંસારમાં રઝળાવે એનું નામ કષાય કહેવાય. ક્રોધ એ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મિત્રતા (ભાઈબંધી) ને નાશ કરે છે. લોભ એ તમામ ગુણોને નાશ કરે છે. ક્રોધથી સાધુ સપપણું પાપે, અને માનથી બાહુબલિજીને કેવલજ્ઞાન મોડું થયું. રાવણે રાજ્ય ગુમાવ્યું. માયાથી પ્રભુશ્રી મલ્લિનાથ જેવા પણ સ્ત્રીપણું પામ્યા. તથા લેભથી મમ્મણ શેઠ વિગેરે નરકાદિમાં ગયા. એમ સમજીને આનો ત્યાગ કર. (૪) નિદ્રા, એટલે ઉંઘવું તે. આના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે
૧-નિદ્રા, ૨ નિદ્રા નિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલા પ્રચલા, ૫ ત્યાનદ્ધિ. જેમાં સુખ જગાય તે નિદ્રા અને દુઃખે ( મુશ્કેલીએ) જગાય તે નિદ્રા નિદ્રા કહેવાય. તેમજ ઉભા અથવા બેઠાં જે આવે તે પ્રચલા, અને ચાલતાં ચાલતાં આવે એ પ્રચલા પ્રચલા કહેવાય. અને જેમાં બલદેવના જેટલું બળ હોય તથા (આ નિદ્રાવાળો જીવો દહાડે ચિંતવેલું કામ સાધે, તે ત્યાનદ્ધિ નિદ્રા કહેવાય, એમ શ્રી કર્મગ્રંથની ચર્ણિમાં કહ્યું છે. અહિં શ્રી કર્મગ્રંથ ટીકાને વિચાર એ સમજો કે બલદેવ જેટલું બળ બધા સંઘયણવાલા જીવને આ નિદ્રામાં હોતું નથી, પણ વજી રૂષભનારાચ સંઘયણ વાળા ને એટલું બળ હોય છે એમ સમજવું. તે સિવાયના બીજા જીવેને આ નિદ્રામાં ચાલુ સમયના જુવાનિયાથી આઠગણું બળ હોય છે. આ બાબત શ્રી છતકલ્પ સૂત્રની ટીકામાં આ નિદ્રામાં કે જગતાં આઠ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org