________________
[ ૬૦૪ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત પ્રશ્ન-ધ્યાન એટલે શું?
ઉત્તર-અંતર્મુહૂર્ત સુધી મનની એકાગ્રતા રહે એ ધ્યાન કહેવાય. આવું ધ્યાન છઘસ્થ જીને હોય છે. ત્રણે રોગની ક્રિયાઓને રેકવી, એ પણ ધ્યાન કહેવાય. આવું ધ્યાન શ્રી કેવલી મહારાજને હોય. ધ્યાનના ચાર ભેદમાં ધર્મધ્યાન, શુકલ ધ્યાન એ બે સારા ધ્યાન કહેવાય. ઉપર જણાવેલા બંને અશુભ ધ્યાન કહેવાય. આથી એને ત્યાગ કરવો જોઈએ. સામો માણસ મોટા બરાડા પાડી રૂદન કરે, આંખમાં આંસુ લાવે, છાતી ફૂટે વિગેરે આવા ચિહ્નોથી આર્તધ્યાન એાળખાય છે. અને ઇષ્ટ પદાર્થોને વિયેગ થાય કે અનિષ્ટ રેગાદિ પ્રકટે ત્યારે આ ધ્યાન ઉપજે છે. આનું ફલ તિર્યંચગતિ છે. એમ આવશ્યક સૂત્રની (બાવીસ હજારી) ટીકામાં કહ્યું છે. આધ્યાન ધ્યાતાં સંયતી નામના સાધ્વી મરીને ગિળી થઈ, નંદમણિકાર દેડકાપણું પામ્ય, અને સુંદર શેઠ મરીને ચંદન થયે. એમ સમજીને આને ત્યાગ કરવો. પાંચમા ગુણઠાણુ સુધી આ ધ્યાનની હદ છે એમ સમજવું. - રૌદ્રધ્યાન એ આર્તધ્યાન કરતાં પણ હલકા દરજજાનું છે. શ્રી ધ્યાન શતકમાં આના કરવું, કરાવવું, અનુમોદવું, અને હિંસાદિની વારંવાર ચિંતવના કરવી એમ ચાર ભેદ કહ્યા છે. હિંસાદિવાળા કાર્યો કરવામાં આદર ભાવ દેખાય વિગેરે ચિહ્નોથી આ ધ્યાન પારખી શકાય છે.
રૌદ્ર સ્થાનનું ફલ–તંદુલિયે મત્સ્ય મેટા સમુદ્રમાં રહેલા મહા મત્સ્ય (મેટા માંછલા) ની આંખની પાંપણમાં ઉપજે છે. “સમુદ્રમાં મોજાં ઉછળે, ત્યારે મોટા માછલાનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org