________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૬૦૩] | (૮) અનર્થ દંડ વિરમણ વ્રત છે
અર્થ દંડ–સ્વજન, પિતાના શરીર, ધર્મ, વ્યવહારોદિકને માટે આશ્રવ (આરંભાદિ પાપ કર્મ) સેવાય, તે અર્થ દંડ કહેવાય.
અનર્થ દંડ–જે કરવામાં પિતાને કે સ્વજન વિગેરેને કંઈ પણ લાભ છેજ નહિ, એવા માજશેખ, રમતની ખાતર કે યશની ખાતર જે નાહક પાપના કામ કરાય તે અનર્થ દંડ કહેવાય. તેને ત્યાગ કરવો એ અનર્થદંડ વિરમણ વ્રત કહેવાય. મોટા અનર્થ દંડ ચાર કહ્યા છે. તે આ પ્રમાણે – ૧–અપધ્યાન એટલે આર્તધ્યાન તથા રૌદ્ર ધ્યાનના વિચાર ન કરવા જોઈએ. અહીં તે દરેકના ચાર ભેદની બીને જાણવાની છે. આનું સ્વરૂપ શ્રી શ્રાવક ધર્મજાગરિકાના ૩પ૧ મા લેકની (૩પ૩ માં પાને કહેલી) ટીપણથી જાણવું.
બંનેની ટુંકામાં વ્યાખ્યા એ છે કે–રાજ્યાદિ ભેગના સાધનની વિચારણું, ચાહના કરવી તે આસ્તે ધ્યાન કહેવાય. અને નિર્દયપણે જીવહિંસાદિની ચિંતવના એ રૌદ્ર ધ્યાન કહેવાય. આ બંને ધ્યાનના વિચારે ન આવે તે તરફ લક્ષ્ય રાખું. આમાં પ્રમોદાદિ કારણે તેવા વિચારો આવે તે સારા છે, એમ માનું નહિ.
પ્રશ્ન–આર્તધ્યાન, રૌદ્ર સ્થાનના વિચારને રવાના કયા કયા ઉપાય છે તે જણાવે ? * ઉત્તર-સામાયિક, પ્રભુપૂજા, તીર્થયાત્રા વિગેરે ઉત્તમ આલંબનની સેવન કરવાથી ખરાબ વિચારો આવતા રોકાય છે. શ્રાવકે તેવા આલંબનની જરૂર સેવના કરવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org