________________
શ્રી ધર્મજાગરિકા
[૨૭] - અર્થ–પહેલી નિસિહી કહે તે વખતે ઘર સંબંધી કાર્યના વિચારને ત્યાગ કરવો, અને તે વખતે દેરાસર સંબંધી કાર્યની ચિન્તવના (તપાસ) કરવી. દેરાસર સંબંધી કાંઈ આશાતના થતી હોય તે તે દૂર કરવી. કારણ કે આશાતના દૂર કરવાથી શ્રાવક મેક્ષનાં સુખ મેળવે છે. ત્યાર પછીથી રંગમંડપમાં પ્રવેશ કરતાં બીજી નિસિહી કહેવી, તે વખતે ચૈત્યગ-દેરાસર સંબંધી કાર્યને નિષેધ–ત્યાગ કરજે. અને પ્રભુનું સ્નાત્ર વગેરે દ્રવ્યપૂજા કરજે. ૨૮.
આ ગાથામાં ત્રીજી નિસિહી કયારે કહેવી તે તથા બીજા પ્રદક્ષિણાદિ ત્રિકને વિચાર કહે છે – દ્રવ્યપૂજા અંતમાં ત્રીજી નિસિહ બલવી, એ ક્રમેજ પ્રદક્ષિણાદિ વિધિ દશેની જાણવી; પૂર્ણરંગ પ્રદક્ષિણા ત્રણ આપતાં ઈમ ભાવના, ભાવજે જ્ઞાનાદિ દેજે દુખ હરી ભવ ભ્રમણના. ૨૯
અર્થ દ્રવ્યપૂજા વિધિપૂર્વક અને ઉલ્લાસથી કર્યા પછી (ચૈત્યવંદન કરતાં પહેલાં) ત્રીજી નિસિહી કહેવી. તે વખતે પ્રભુની દ્રવ્ય પૂજાને ત્યાગ કરી ભાવપૂજામાં જોડાવું. આવી રીતે જ પ્રદક્ષિણાત્રિક વગેરે દસે ત્રિકાની વિધિ
૧. ૧૦ ત્રિક આ પ્રમાણે–૧ નિસિહિ ત્રિક, ૨ પ્રદક્ષિણ ત્રિક, ૩ પ્રણમ ત્રિક, ૪ પૂજા ત્રિક, ૫ અવસ્થા ત્રિક, ૬ ત્રણ દિશાએ નિરીક્ષણ વજન, ૭ પગભૂમિ પ્રમાર્જન ત્રિક. ૮ આલંબન ત્રિક, ૯ મુદ્રા ત્રિક, ૧૦ પ્રણિધાન ત્રિક, વધારે બીના શ્રી ચૈત્યવંદન - ભાષ્ય, પ્રવચન સારોદ્ધારાદિકથી જાણવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org