________________
[]
શ્રી વિજયપદ્રસૂરિજી કૃત અર્થ–સ્નાન કરવાનું સ્થાન જીવજંતુ રહિત છે કે નહિ તેની તપાસ કરીને એટલે ઉપગ પૂર્વક જોઈને, જીવાદિ હોય તે સાચવીને બીજે ઠેકાણે કુંડી મૂકીને મિત–પ્રમાણસર શરીર શુદ્ધિ થાય તેટલા પાણીથી સ્નાન કરજે. પછીથી શુદ્ધસ્વચ્છ અને અખંડ (આખા) વસ્ત્ર પહેરી મંદિર પાસે આવજે. દેરાસરમાં પ્રવેશ કરતાં “સચિત્ત પરિહાર' વગેરે પાંચ અભિગમ સાચવવા. અને તે વખતે દેરાસરના મુખ્ય બારણામાં પહેલી “નિસિહિર ” બેલવી. ૨૭.
પહેલી નિસિહી વખતે અને બીજી નિસિહી વખતે શું કરવું અને શું ન કરવું તે જણાવે છે – ઘર ચિંતના કર ના હવે કર ચૈત્ય કેરી ચિંતના, આશાતના દૂર કરી શ્રાવક લહે સુખ મુક્તિના તે પછી બીજી નિસિહી રંગ મંડપ પેસતાં, ચૈત્ય યોગ નિષેધ કરજે દ્રવ્યથી પ્રભુ પૂજતાં. ૨૮ આવતાં પચ્ચખાણ. જેમકે ગાંઠ છે નહિ ત્યાં સુધી “ઠિસહિઅં” વગેરે.
૧. અભિગમ–અભિ એટલે તરફ, ગમ એટલે જવું તે. જિતેશ્વરના સન્મુખ જવું તે અભિગમ. તે વખતે પાંચ વાનાં સાચવવાનાં હેવાથી ૫ અભિગમ છે.-૧ સચિત્ત ત્યાગ, ૨ અચિત્તને અત્યાગ, ૩ મનની એકાગ્રતા, ૪ એકશાટક ઉત્તરાસંગ, ૫ શ્રી જિનેશ્વરને જોઈને બે હાથ જોડી લલાટે લગાડવા. - ૨. નિસિહિ-નિષેધ અથવા આરંભાદિનું વર્જન. (છોડવું.) આ અર્થ...આ નિસિહી (નૈધિકા) શબ્દ જણાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org