________________
શ્રી દેશવિરતિ જીવન
[ પ૯પ ] આ ધંધે ન જ કર જોઈએ. આમાં રેગાદિ કારણે મારા અથવા પુત્રાદિ સગા સંબંધીના, તથા ઘરમાં રાખેલા પશુએના સડેલા અંગો વિગેરેને છેદવા છેદાવવાની તથા આદેશ દેવાની જ્યણા રખાય.
૩–દવદાનકર્મ—ઘાસ વિગેરે વધારે ઉગે, આ ઇરાદાથી જંગલના કે ખેતર વિગેરેના અમુક ભાગમાં અગ્નિ સળગાવે, એ દવદાનકર્મ કહેવાય. આમાં કોઈ ઘર વિગેરે સળગાવે (તેમાં લાહ્ય લગાડે વિગેરે) આ બીના પણ લેવી. લેભ બુદ્ધિથી આમ કરવામાં ઉંદર વિગેરે ઘણાંએ જીવોની હિંસાનું પાપ લાગે છે, એમ સમજીને કયા ડાહ્યા શ્રાવકે આ ધોધ કરે ? ન જ કરે. જરૂર યાદ રાખવું કે, અગ્નિને ઓલવવામાં જે પાપ લાગે, તેનાથી બહુજ ઘણું પાપ તેને સળગાવવામાં લાગે છે, એમ શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યું છે. આમાં પિતાના કે સગાં વિગેરેના ઘરમાં કે રસ્તામાં રાઈ કરતાં, દીવ, સ્ટવ વિગેરે સળગાવતાં પવન વધારે હાય વિગેરે કારણને લઈને મકાન, વન વિગેરે સળગી ઉઠે. આ વખતે આગને અટકાવવાના યેાગ્ય ઇલાજ લેવાની તથા પહેલાં કે દરરોજ ધારેલા પાણીના નિયમ ઉપરાંત પાણી વિગેરે વપરાય વિશેરેની જયણું રખાય. તેમજ આવા પ્રસંગે આગ ઓલવવાની મારી શક્તિ ન હોય, તે પણ મારું વ્રત અખંડિત રહે. (જાય નહિ )
૪-(સરેદ્રતતલાવ શોષણ કર્મ–ઘઉં વિગેરે અનાજ સારા પ્રમાણમાં થાય વિગેરે ઈરાદાથી સરેવર, તલાવ, દ્રહ, ભાવ ટાંકા વિગેરે સૂકવવા, તે શેષણ કર્મ કહેવાય. આમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org