________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૫૩ ]
દયા રાખીને જેમ બને તેમ તેને ઓછો કરવા તરફ લક્ષ્ય રાખીને બાકીના વ્યાપારને જરૂર ત્યાગ કરે. કારણ કે તેલઘાણી કરવી, કરાવવી વિગેરેમાં ઘણુંજ પા૫ રહેલું છે, આવા કામ કરનારા જીવો દુર્ગતિના દુ:ખો ભેગવે છે. શિવપુરાણમાં પણ આ ધંધાને નિંદાપાત્ર ગણીને કહ્યું છે કે “જે માણસ જેટલા તલને પીલે, તેટલા હજાર વર્ષો સુધી નરકની ભયંકર વેદના ભેગવે.” તથા જે તલને વેચે, તે તલની જેવા હલકા સમજવા, અને તેને ઘાણુમાં પીલાવવાનું દુઃખ ભેગવવું પડે છે, માટે તે બંધ ન જ કરવું જોઈએ. આ બીના લક્ષ્યમાં લઈને જ શ્રાવકનાં કલ્યાણને માટે શાસ્ત્રકાર ભગવંતે કહ્યું છે કે, ફાગણ માસની પછીના ટાઈમમાં શ્રાવકે, તલ, અલસી, ગોળ, પરાં વિગેરે રાખવા નહિ, કારણ કે તે ટાઈમે તેમાં ઘણી જીવાત ઉપજે છે, તેની હિંસા થાય. એ તે ન જ ભૂલવું જોઈએ કે તલને ધંધે મહા દુઃખ દેનાર છેઆ બાબતમાં જુઓ નાનકડું દષ્ટાંતઃ-તિલભટ્ટ (ગેવિંદ બ્રાહ્મણ) તલને વ્યાપાર કરતું હતું, તેને એક સ્વેચ્છાચારિણી સ્ત્રી હતી. એક વખત તે સ્ત્રીએ છાનામાનાં થોડા તલ વેચ્યા, અને તેના જે પૈસા આવ્યા તે ખાનપાન વિગેરેમાં ઉડાવ્યા. ત્યાર બાદ તેણે વિચાર્યું કે જે મારા પતિ આ બીને જાણશે તે મને હેરાન કરશે, માટે તે તેમના જાણવામાં આવે, તે પહેલાં કાંઈ ઉપાય કરું, કે જેથી મને તે હેરાન ન કરે. આવું વિચારીને તેણે ડાકણનું રૂપ કરીને “જ્યાં ડાંગરના ખેતરમાં તિલભટ્ટ સૂતે હતે ” ત્યાં જઈને તેને ધમકાવ્યું કે “હે તિલભટ્ટ ! હું ઘણી ભૂખી છું. માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org