________________
[ ૫૯૦ ]
શ્રી વિજયપઘસૂરિજી કૃત એમ મને લાગે છે. અને આ ચામડાનો વેપારી એમ વિચારતે હશે કે “વરસાદ ન થાય તો સારું, જેથી ઢેર ઘણાં મરે, ને ચામડાં સેંઘાં થાય.” આવી ભાવના સારી ન કહેવાય. એમ વિચારી ઘીના વેપારીને જ્યાં ઉપર ચંદરે બાંધ્યો હતો ત્યાં ઘરમાં જમવા બેસાડ્યો, અને ચામડાના વેપારીને ઘરની ખ્વાર ખુલ્લા ભાગમાં જમવા બેસાડ્યો. બંને જણું જમીને ત્યાંથી આગળ જ્યાં જવાનું હતું ત્યાં ગયા. માલની ખરીદી કરીને પાછા ફરતાં તેજ શ્રાવિકાને ત્યાં જમવા આવ્યા. શ્રાવિકાએ જમાડવાના ટાઈમે બંનેને પહેલા કરતાં ઉલ્ટી રીતે બેસાડયાં. આ બનાવ જોઈને બંને જણાએ તે શ્રાવિકાને પૂછયું કે આમ કરવાનું કારણ શું? શ્રાવિકાએ જવાબમાં જણાવ્યું કે હે બંધુઓ! તમારા બેમાંથી ઘીના વ્યાપારીની હાલ ભાવના ખરાબ છે. કારણ કે તે એમ ચાહે છે કે-“ધી મેંઘું થાય તો સારું, એટલે જ્યારે વરસાદ ન આવે તે ઘાસ ન ઉગે તેથી ઢેરે ઘણાં મરે, તો ઘી મેંઘુ થાય. આમ થાય તે હું ઘણું ધન કમાઉં.” આથી મેં હાલ એને ઘરની બહાર જમવા બેસાડો. પહેલાં એની ભાવના સારી હતી તેથી એને ઘરમાં જમવા બેસાર્યો હતે. તેમજ ચામડાના વહેપારીની હાલ ભાવના એવી વર્તે છે કે“જે વરસાદ ઘણે થાય, ઢેર નીરોગી રહે, ત્યારે ચામડાને ભાવ વધે, ને હું ઘણું ઘણું ધન કમાઉં.” આવી સારી ભાવનાને લઈને હાલ મેં એને ઘરમાં જમવા બેસાડશે. પહેલાં ભાવના ખરાબ હતી તેથી હાર બેસાડયો હતે. આ ઇરાદાથી હે બંધુઓ! મેં ફેરફાર કર્યો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org