________________
-
શ્રી દેશવિરતિ જીવન
[૫૮] પાપની પુષ્ટિ, જીવનની ખરાબી વિગેરે દેશે જાણીતા છે. યાદ રાખવું કે દૂધ વિગેરેમાં ઉડતા જીવોની હિંસા થાય છે, અને સોલ પહોર પછીની છાશ અને દહીંમાં જીવાતની ઉત્પત્તિ અને ખાતાં જીવહિંસાનું પાપ લાગે. જે છાશને સેલ હેર હજુ પૂરા થયા નથી, તેવી છાશ પણ જીવદયાની ખાતર ગળીને જ પીવી જોઈએ. તથા ઘી અને તેલને વ્યાપાર કરતાં ખરાબ વિચારણું વતે છે, જેથી મહાપાપ બંધાય. કદાચ ન છૂટકે તે બંધ કરવો પડે તો તેની મર્યાદા બાંધવી, અને બાકીના બીનજરૂરી વ્યાપારને જરૂર ત્યાગ કરો. ઘીને વ્યાપાર કરતાં કેવા મલિન વિચારે પ્રકટે છે? આને સમજાવવા માટે ઘીના અને ચામડાના વ્યાપારીની હકીકત જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે એક નગરમાં બે વાણિયા રહેતા હતા, તેમાં એકને ઘીને અને બીજાને ચામડાને વ્યાપાર હતે. ચોમાસાની નજીકના ટાઈમે બંને જણા ઘી અને ચામડું ખરીદવાને માટે ત્યાંથી પરદેશ જવા નીકળ્યા. જતાં જતાં રસ્તામાં એક ગામ આવ્યું, ત્યાં તે બંને જણ એક શ્રાવિકાને ઘેર જમવા ગયા. ત્યારે તેણે (શ્રાવિકાઓ) બંનેને પૂછ્યું કે તમે શું ધંધે કરે છે? જવાબ દેતાં એકે કહ્યું કે “હું ઘીને ધંધે કરું છું અને આ બીજો ચામડાને બંધ કરે છે. અમે ઘી અને ચામડાં ખરીદવા જઈએ છીએ.” આ સાંભળીને તે શ્રાવિકાએ વિચાર્યું કે અત્યારે ઘીના વેપારીના પરિણામ (ભાવ) સારા હશે. તે એમ વિચારતે હશે કે વરસાદ સારો થાય તે સારું, જેથી ગાય વિગેરે દૂધ ઘણું આપે, એટલે મને ઘી સેંધું મળે. તેના આવા સારા વિચાર હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org