________________
[૫૮૮ ]
શ્રી વિજ્યપઘસરિજી કૃત અને “ગળી બનાવવામાં ઘણું જ હણાય છે, તેમજ મણ સીલ અને હડતાલમાં માખી વિગેરે બહુ જીવે હણાય છે; અને પડવાસમાં ત્રસ જી એંટેલા હોય છે. વળી ટંકણખાર, સાબુ, ખાર વિગેરેમાં જીવહિંસા વિગેરે નજરે નજર દેખાય છે.
આ બીના ધ્યાનમાં લઈને નિર્મલ દયાધર્મ રસિક શ્રાવકોએ તેવી ચીજોને વ્યાપાર ન કરે જોઈએ. ન ટકે જરૂરી અમુક વ્યાપાર કરવો પડે, તો તેને ત્યાગ કરવા તરફ લક્ષ્ય રાખીને મર્યાદા બાંધવી. અને બાકીનાને સર્વથા ત્યાગ કરો. ખરા બ્રાહ્મણે પણ આવે વ્યાપાર ન કરે એમ મનુસ્મૃતિમાં કહ્યું છે. તે આ પ્રમાણે જે બ્રાહ્મણ લાખ વિગેને વ્યાપાર કરે તે બ્રાહ્મણ શુદ્ર કહેવાય.
છે અહીં જરૂર પૂરતી જયણાની બીના આ પ્રમાણે છે " પિતાની પાસે અગર પિતાના ઘરમાં ઉપરની ચીજો હોય, તેને વેચવાની તથા પિતાને માટે તથા સગાં વિગેરેને માટે તે ચીજોમાંની જરૂરી ચીજ ખરીદવી, બનાવવી, તેમને દેવી, વધારે હોય તે વેચવી તથા આદેશ દેવો. આમાં જેવી જાતની જયણા રાખવી હોય, તેમ જરૂરી રખાય, અને ખાસ રેગાદિ કારણે ઉપરની ચીજો વપરાય તેની જયણું.
૩. રસ વાણિજ્ય (વ્યાપાર)–એટલે દારૂ વિગેરે ચાર મહાવિગઈ દૂધ, દહીં, ઘી, તેલ વિગેરે રસ (પ્રવાહી પદાર્થો)ને વ્યાપાર; તે રસ વાણિજ્ય કહેવાય. આમાં જીવહિંસા, બીજાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org