________________
શ્રી દેશવિરતિ જીવન
[૫૮૭ ]
સાબર વિગેરે પશુના શીંગડાં, રેશમ, શંખ, છીપ, કેડી, કસ્તૂરી વિગેરેના ઉત્પત્તિ સ્થાને જઈને તેવા તેવા ત્રસ જીના અંગ વિગેરેને સંઘરે કરીને વ્યાપાર કરે, તે દંત વાણિજ્ય (દાંત વિગેરેને વ્યાપાર) કહેવાય. અહીં સમજવાનું એ કે કદાચ પોતે જાતે તે જીવેને ન હણે, પણ જ્યાં તે ચીજે મલી શકે, તેવા સ્થાને વ્યાપારીઓ જાય, આ જોઈને ભિલ્લ વિગેરે એમ વિચારે કે “આપણે હાથી વિગેરેને હણીને આ વ્યાપારીઓને દાંત વિગેરે દઈએ તે દ્રવ્ય પામીશું” આવા લેભથી તેઓ જીવ હિંસા કરીને ચીજો લાવી દે. એમ ઉત્તેજન દેવા પૂર્વક હિંસા કરાવાય, તેથી આ વ્યાપાર નજ કર જોઈએ. ન છૂટકે જરૂરે આ કરે તે તેની મર્યાદા બાંધે, અને બાકીનાને જરૂર ત્યાગ કરે. આમાં પોતાના કે સગાં વિગેરેને માટે હાથીદાંત, સાબરસીંગુ, શંખ, કચકડાની ચીજો વિગેરે લેવાની, માગે ત્યારે દેવાની, વધારે વેચવાની, અને મંગાવવાની તથા સગાઈ આદિ કારણને લઈને ઉપર જણાવેલી ચીજોને માટે આદેશ ( ૨) દેવ પડે, તેની જયણા. તથા લહેણ દેણેને અંગે લેવાય, દેવાય, વિગેરીની જરૂરી જયણા.
૨. લાક્ષાવાણિજ્ય-એટલે લાખ, ધાવડી, ગળી, સાજીખાર, સાબુ વિગેરે હિંસક પદાર્થોને વ્યાપાર કરે તે લાક્ષા વાણિજ્ય કહેવાય. યાદ રાખવું કે લાખમાં ખૂબ ચતુરિં. દ્વિયાદિ ત્રસ જેવો હોય છે, અને તેને રસ લેાહી જેવો લાગે છે, તથા ધાવડીના ફૂલ અને છાલમાંથી દારૂ થાય છે. અને તેના કૂચામાં ઘણું જીવાત હોય છે, ને નવી થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org