________________
[ ૫૭૮ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત જરૂરી લાગે, તેને નિયમ કરે. કારણે બીજાના હાથે પંખાથી પવન નખાવાય, અથવા પોતે હાથે પંખાથી પવન નાખે, તેની જ્યણા. ઈલેકટ્રીકના પંખાને અંગે જરૂરીઆત જણાય તે પણ રાખે. મુંગળી વિગેરે વાપરવી અથવા કપડા વિગેરેથી પવન નાંખવે, સૂપડાથી ઝાટકવું વિગેરે બાબતમાં જરૂરીયાતને વિચાર કરી નિયમ કરાય, અથવા જયણા રખાય. ખજૂરીની સાવરણી વાપરવાથી જીવદયા જળવાય નહિ, માટે તે ન વાપરવી. સુંવાળી સાવરણી વાપરવામાં જીવદયા જળવાય છે, તેથી તે વપરાય. તેની તથા પીંછી, પુંજણ, દંડાસન આદિની જયણા. જતાં આવતાં હરતાં ફરતાં હલાવતાં કુંતા જે પવન આવે તથા કારણે કુંકવું પડે, તેની જયણા.
૫ વનસ્પતિકાય–આમાં શાક, ભાજી, ફલ વિગેરે આવે “આજે અમુક (ર–પ શેર વિગેરે) વજન પ્રમાણુ લીલોતરી વાપરૂં” વિગેરે પ્રકારે નિયમ કરાય. આમાં બીનજરૂરી ચીજોને નિયમ કરતાં ત્યાગ કરે. અને જેની જરૂરીયાત પડે, તેનું પ્રમાણ કરવું એ મુદ્દો છે. ખાસ રોગાદિ કારણે ધાર્યા કરતાં અધિક વપરાય, શરીર ઉપર પાંદડાં વિગેરે બાંધવામાં આવે, તેની જયણું. ઘર કાર્યને માટે તથા સગાં વિગેરેમાંથી કઈ મંગાવે તે લાવી દેવાની જયણ.
૬ ત્રસકાય–પહેલા અણુવ્રતમાં આ બીને જણાવી છે. આ કરેલા નિયમાદિમાં ધર્માર્થે જ્યણું સમજવી. કારણ કે જીવદયા નિમિત્તે આરંભાદિ ઓછા કરવા માટે આ નિયમો કરવામાં આવે છે. ધર્મક્રિયા એ આરંભાદિમાં નજ ગણાય. - અસિ—આમાં છત્રી-લાકડી–પાવડા–કેદાળી-કેશ-ચપુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org