________________
* ૫૭૬ ]
શ્રી વિજયપસરિજી પૂત
સર્વથા નિયમ કર્યો હાય, તે છતાં પ્રભુ પૂજાદિકમાં કપાળે તિલક કરાય, હાથ ધૂપવા, હાથે કંકણુ કરવા વિગેરે થઇ શકે.
૧૧ બ્રહ્મચર્ય —અહીં ચેાથું વ્રત લેતી વેલાએ કરેલા નિયમ મુજબ વર્તવું. સ્વદારા સતેષ વ્રતવાળા જીવાએ પણ વિવેક કરી લેવા.
૧૨ દિશિપરિમાણુ-છઠ્ઠા વ્રતમાં ચાવજીવનની મર્યાદા આંધીને જે પ્રમાણે નક્કી !યુંં છે તેમાંથી ઘટાડીને દરરોજ અનુકૂલતા પ્રમાણે નિયમ કરવેા.
૧૩ સ્નાન—અહીં તેલ વિગેરે ચાળી આખા શરીરે સ્નાન કરવું (ન્હાવું) તે ગણવું. દરરાજ આટલી વખત (જરૂરીયાત પ્રમાણે એક બે વાર વિગેરે) ન્હાવું. એને નિયમ કરવા. લેાકાચાર, અશુચિ, આભડસેટ, સગાંસંધીનું મરણુ, માંદગી વિગેરે ખાસ કારણે નિયમ ઉપરાંત ન્હવાય તેની જયણા.
૧૪ ભાતપાણી—આમાં બેઠે ભાણે જે ખવાય અને પીવાય તે ગણાય. ભાત શબ્દથી રાંધેલું અનાજ, સુખડી વિગેરે સમજવુ, અને પાણી શબ્દથી પીવાની પ્રવાહી ચીજો લેવી. હું દરરોજ અમુક (૩-૪ શેર વિગેરે ) વજન પ્રમાણ ભાતપાણી વાપરૂ બંનેનું ભેગું વજન નક્કી કરીને નિયમ કરાય. ફલ પપૈયું સકરટેટી વાપરવાને અંગે ઉપર ધારેલા વજનમાં વધારા કરવા જોઇએ.
શ્રાવકે પૃથ્વીકાય વિગેરે પાંચ સ્થાવરાદિના આરભાદિને અંગે નીચે જણાવ્યા મુજબ નિયમ કરવા જોઇએ.
૧ પૃથ્વીકાય—હિંગલાક, હડતાલ, પારા, સેાનું વિગેરે સાત ધાતુ, ચુના વિગેરે પૃથ્વીકાય કહેવાય. શ્રાવકે પેાતાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org