________________
[ પ૭ર ]
શ્રી વિપવસૂરિજી કૃત જે મેંઢામાં નખાય, તે અહીં દ્રવ્ય તરીકે ગણવું આ દ્રવ્યના મુખ્ય નામ આ પ્રમાણે જાણવા. લાડવા, લાપસી, ખીચડી, ટિલા, રોટલી, નિવીયાતા, ચુરમું વિગેરે. આમાં એ બીના ધ્યાન બહાર ન રહેવી જોઈએ કે જે પદાર્થ બનાવતાં ચલાની ઉપર હોય, ત્યારે તેમાં ઘણું ચીજે ભલે પડી હોય, પણ તૈયાર થયા પછી જે નામથી કહેવાય, તે નામે એકજ દ્રવ્ય ગણવું. ચૂલેથી ઉતાર્યા બાદ જેટલી ચીજો તેમાં ભેળવાય, તે જુદા જુદા દ્રવ્ય ગણાય. એમ એક ધાન્યની ઘણી ચીજો બનાવી હોય, પણ તે જે જુદા નામથી ઓળખાતી હોય તે જુદા જુદા દ્રવ્ય ગણવા. કાયમની ટેવ હોવાથી રૂપાની સળી આંગળી વિગેરે સ્વભાવે મેંઢામાં નખાય, તે દ્રવ્યમાં ન ગણાય. અહીં શ્રાવકે જાવજજીવના નિયમને અંગે “હંમેશાં મારે આટલા (૨૦-૨૫ વિગેરે) દ્રવ્યો વાપરવા. એમ નિયમ કરે અને દશમા વ્રતના અવસરે હંમેશને માટે તેમાંથી ઘટાડે કરી ખપ પૂરત સચિત્ત અને દ્રવ્યાદિને અલગ અલગ નિયમ કરે.
૩-વિગઈ–દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કઢાઈ વિગેરેમાં ઘી અથવા તેલ નાંખીને તળીને બનાવે તેવા પકવાન વિગેરે કઢાવિગઈ. એમ ખાવા જેવી વિગઈના છ ભેદ છે. અને તે દરેકના નિવીયતાનાં પાંચ પાંચ પ્રકાર છે. તે પ્રત્યાખ્યાન ભાગ્યથી જાણવા. આમાંથી દરરોજ વાપરવાને અંગે જરૂરી વિગઈ છુટી રાખીને બાકીની વિગઈ ત્યાગ કરો. યાદ રાખવું જોઈએ કે જેણે કાચા ગોળને ત્યાગ કર્યો હોય, તેનાથી તે દિવસે બનાવેલી ગેળની સુખડી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org