________________
*
શી ક્ષવિરતિ જીવન પાણી પીવાની આજ્ઞા આપી નહિ, અને સ્વાભાવિક અચિત્ત ભૂમિમાં સ્થડિલ જવાની તથા ભૂખ્યા થયેલા ચેલાઓને તલ વાપરવાની આજ્ઞા આપીજ નહિઆમાંથી પ્રભુદેવ આપણને એમ સમજાવે છે કે અમે સર્વજ્ઞ છતાં વ્યવહાર માર્ગને મજબૂતપણે જાળવીએ છીએ, તે પછી છસ્થ જીએ તે તે તરફ વધારે લક્ષ્ય દેવું જ જોઈએ એમાં નવાઈ શી? વળી એ વાત પણ નજ ભૂલવી કે સૂકી અચિત્ત ગળાની ઉપર પાણી પડે તો સચિત્ત પણ થઈ જાય છે. પ્રભુ શ્રી મહાવીરના આનંદ વિગેરે મહા શ્રાવકની માફક સચિત્તાદિને નિર્ણય કરીને જે ચીજો વાપરવાની હોય, તેના નામ લઈને નિયમ લેવો. આમાં મુદ્દો એ છે કે-નિયમમાં આવેલા સચિત્ત પદાર્થો સિવાયના સચિત્ત પરિભેગના ત્યાગનું સારું ફલ મેલે. કેટલાએક પુણ્યશાલી જી, અંબડ પરિવ્રાજકના શિષ્યોની બીના યાદ કરીને સર્વ સચિત્તને પણ ત્યાગ કરે છે. તે શિષ્યએ પ્રભુ શ્રી મહાવીરની પાસે શ્રાવકના વ્રત લેતી વેળાએ આ નિયમ કર્યો હતો કે, “ સચિત્ત અને અદત્ત (માલીકે નહિ દીધેલા) પદાર્થો ન વાપરવા.” તે પ્રમાણે નિયમ પાળતાં પાળતાં એક વખત તેમને ઘણી તરસ લાગી. આવા વિકટ પ્રસંગે પણ પોતે લીધેલે નિયમ પાળે. તેથી પાંચમા બ્રહ્મદેવ લેકમાં ઇંદ્રના જેવા મહદ્ધિક દેવ થયા.
આમાંથી બેધ એ લેવાને કે સચિત્ત ત્યાગના નિયમમાં દઢ રહેવું. તેમજ નિર્દોષ, અચિત્ત, અને પરિમિત આહાર લઈને ધાર્મિક જીવન ટકાવવું. અને તેમ કરે તોજ ગુણવંત શ્રાવક કહેવાય. આવા નિયમ ધારવાથી દિવસ સફલ ગણાય. - ૨ઘઉં, બાજરે વિગેરે શરૂઆતમાં સચિત્ત હોય તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org