________________
[ ૫૬૮ ]
શ્રી વિજયપઘસૂરિજી કૃત ચૂનાવાળું પાણી સચિત્ત થતું નથી. આવું પાણી ઉપધાનાદિ ક્રિયાવાળા શ્રાવકને રાતે વાપરવામાં કામ આવે છે. આ પ્રસંગે યાદ રાખવું કે સાંજે શ્રાવકે પૌષધાદિ કિયામાં ન હોય તે પણ તેઓએ પ્રતિક્રમણની શરૂઆત કર્યા પહેલાં ચુનાવાળું પાણી, કાંબલી, દંડાસણ પાસે રાખવું જોઈએ, જેથી મેટું પ્રતિક્રમણ હોય તેમાં પેશાબ વિગેરેની બાધા ટાળવાની જરૂર જણાય, તે ઉપર જણાવેલા હાથ ધરવા વિગેરેમાં પાણી વિગેરે કામ આવે. બીનસમજણને લઈને કેટલાએક છ માથે ટાસણું નાંખીને માત્રુ વિગેરે કરવા માટે જાય છે. પણ તેમ થાય નહિ. કારણ કે અગાસમાં લઈ ગયેલું કટાસણું ૪૮ મિનીટ પછી બેસવાના કામમાં લઈ શકાય. તે પહેલાં તેની ઉપર બેસાય નહિ. બેસે તે જીવહિંસાને દેષ લાગે. માટે તેમ કરવું નહિ. પ્રવચન સારેદ્ધારના ૧૩૬ મા દ્વારમાં આ બીના વિસ્તારથી કહી છે. અગ્નિ વિગેરે શાસ્ત્રના સંબંધથી જે પાણી અચિત્ત થયું હોય તેજ વપરાય, પણ સ્વભાવે અચિત્ત થયું હોય તે ન વપરાય. આ બાબતને સ્પષ્ટ નિર્ણય છદ્મસ્થ જી નજ કરી શકે અને ઉપર જણવેલા વ્યવહારને વિશિષ્ટ જ્ઞાની (કેવલજ્ઞાની વિગેરે) પુરૂષ પણ પાળે છે. તેમાં મુદ્દો એ છે કે કઈ પણ ઉપાયે વિશુદ્ધ વ્યવહારમાર્ગ જળવાય. જુઓ આ બાબતમાં પ્રભુ શ્રી મહાવીરદેવના શિષ્યનું એક નાનકડું દૃષ્ટાંત. તે એ કે-વિહારના પ્રસંગે રસ્તામાં પ્રભુએ જ્ઞાનથી એક અચિત્ત પાણીથી ભરેલું સરેવર, અચિત્ત સ્થંડિલ (જગ્યા) અને અચિત્ત તલનું ભરેલું ગાડું જાણ્યું, છતાં શ્રત જ્ઞાનને વ્યવહાર જાળવવાની ખાતર પ્રભુએ તરસ્યા થયેલા ચેલાઓને તે અચિત્ત સરોવરનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org