________________
[ ૫૬૬ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
-જેમાં જીવ હાય તે સચિત્ત કહેવાય. ૧ સ્વકાય શસ્ત્ર (જેમ ખારાં પાણીમાં મીઠું પાણી ભળવાથી પાણીના જીવાના વિનાશ થાય. તે સ્વકાય શસ્ત્ર કહેવાય, તેમ પૃથ્વીકાયાદિમાં પણ સમજવું તે) ૨ પરકાય શસ્ત્ર એટલે જેમ અગ્નિ પૃથ્વીકાયાદિ જીવાને મળે તે પરકાય શસ્ત્રથી વિનાશ થયેા કહેવાય. ૩ ઉભયકાયશસ્ત્ર એટલે જ્યારે જળ અને અગ્નિ ભળે, અથવા કાચી માટી અને પાણી ભળતાં બંનેના વિનાશ થાય તે ઉભયકાય શસ્ત્ર. એમ ત્રણ શસ્ત્રોમાં કોઇ પણ શસ્ત્રના સબંધ વિગેરેથી સચિત્ત પદા અચિત્ત થાય છે.
ચાળ્યા વગરના લેાટ શ્રાવણ અને ભાદરવામાં પાંચ દિવસ સુધી મિશ્ર ગણાય. એટલે ચિત્ત કે અચિત્ત એમ એમાંથી એક રીતે નક્કી ન કહેવાય. ત્યારપછી અચિત્ત થાય. એમ આગળ પણ જે મિશ્રણાના કાલ કહે તેટલા ટાઇમ વીત્યા બાદ લાટ અચિત્ત એમ સમજવું. તથા આસા અને કાન્તિક માસમાં ૪ દિવસ સુધી, માગસર અને પેાષમાં ત્રણ દિવસ સુધી, માહ અને ફાગણુમાં પાંચ ùાર સુધી, ચૈતર વૈશાખમાં ચાર જ્હાર સુધી, જેઠ અષાઢમાં ત્રણ મ્હાર સુધી ચાળ્યા વિનાના લેટ મિશ્ર ગણાય. ચાળેલે લેટ એક મુહૂત્ત' (એટલે ૨૪ મિનીટની એક ઘડી થાય, એવી એ ઘડી) વીત્યા ખાદ અચિત્ત થાય. આવું અચિત્તપણું કેટલા ટાઈમ સુધી રહે? એટલે તે લેાટ અચિત્ત થયા બાદ કેટલે ટાઈમ જાય ત્યારે બગડે, એ ખીના ગુરૂગમથી જાણવી. વ્યવહાર એ છે કે જ્યાં સુધી વણીર્દિ બદલાય નહિ, અથવા ઇયળ વિગેરે જીવાત ન પડે, ત્યાં સુધી તે લેાટ કાળજીથી ઉપયાગમાં લઇ શકાય.
Jain Educationa International
For Personal and Private Use Only
7
www.jainelibrary.org