________________
[ પ૬૪]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત
બીજા ભાગના ૮માં સ્તંભમાં ૧૧૯મા વ્યાખ્યાનમાં વિસ્તારથી જણાવ્યું છે. તેમજ વૈદક શાસ્ત્રમાં કહ્યું છે કે- જે વાસી અનાજ ખાય તેને ધાધર, કરોળીયા અને ચામડીના બીજા રિગે તથા વાયુને પ્રપ થાય, જેથી તેને અનુસરતી વ્યાધિ થાય છે. ખાનારની બુદ્ધિનો નાશ થાય છે. એ પ્રમાણે ટૂંકામાં બાવીસ અભક્ષ્ય જણાવવાના પ્રસંગે બત્રીશ અનંતકાયની પણ બીના જણાવીને હવે વ્રત લેનારે આ બાબનમાં નિયમ કરતી વખતે જયણું કેવી રીતે રાખવી તે જણાવવું જરૂરી છેવાથી તે કહીએ છીએ. ખરી રીતે શ્રાવકે ઉપરની ચીજો નજ ખાવી એમાં વિશેષ લાભ છે. પરંતુ મહારોગાદિ કારણે બીજો ઉપાય ન હોય ત્યારે અનુભવી વૈદ્યની સલાહ હાય તે શરીર ઉપર ચળવા વિગેરેની જયણા રાખવી. અજાણતાં ખવાય, અથવા અજાણ્યા માણસ આપે ત્યારે પૂછવાનું ભૂલી જવાથી ખવાય ત્યારે જયણ. તેમજ કુટુંબાદિને માટે અશકય પરિહાર હોવાથી તેની ખાસ જરૂર જણાય તો જયણા રખાય.
છે ટૂંકામાં ચાર પ્રકારના આહારની બીના વિગેરે
આ પ્રમાણે જાણવું છે
1-અશન–આમાં પાંચમા અણુવ્રતના પ્રસંગે નિયમમાં રાખેલું અનાજ, અને તેની બનેલી ચીજો (પકવાન્ન વિગેરે) લેવાય. શ્રાવકે અહીં એવી વિચારણું કરવી કે હું દરરોજ ચૌદ નિયમ ધારતી વખતે જે પ્રમાણે અશનને નિયમ લઉં તે પ્રમાણે વાપરું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org