________________
શ્રી દેશવિરતિ જીવન
[ પ૬૩
મીઠાઈના કાલની બાબતમાં કહ્યું છે કે જે દિવસે પૂરેપૂરું ઘી વિગેરે નાંખીને તે બનાવી હોય, ત્યારથી માંડીને ચોમાસામાં ૧૫ દિવસ સુધી કાલ ગણ, શિયાળામાં એક મહીને અને ઉનાળામાં ૨૦ દિવસ ગણવા. તે ઉપરાંતનું પકવાન્ન અભક્ષ્ય સમજવું. આ બાબતમાં કેટલાએકનું માનવું એમ પણ છે કે, જ્યાં સુધી વર્ણાદિ ન બગડે, ત્યાં સુધી ખવાય.” તથા આદ્રા નક્ષત્ર પછી આંબાને રસ પણ ન ખવાય. એ પ્રમાણે રસથી ચલિત થયેલા, વાસી, કેહી ગયેલાં અનાજ વિગેરે પદાર્થો સ્વાદ વિનાના અને બેઈદ્રિય જીવથી વ્યાસ હોવાથી ન ખાવા જોઈએ. કારણ કે ખાનારને તીવ્ર દુઃખની વેદના ભેગવવી પડે છે. આ બાબતમાં જાણવા જેવી બીના એ છે કે-એક કંજુસ માણસે વાસી અનાજ ખાધું. તેથી તેનું હૃદય ફાટ્યું. જેથી તે તરત મરીને ચંડાળને દીકરે થયે. તથા થાવર નામના ચંડાળે અભક્ષ્ય ખાવાને નિયમ લીધો હતો. એક વખત ઘણું ભૂખને લઈને તે નિયમ યાદ ન આવ્યો જેથી વાસી અનાજ અને બાવીસ પહેરની છાશ બને ખાતાં ખાતાં ફૂલની પીડા ભોગવીને મરણ પામ્યો. આ નિયમના પ્રભાવે ( અને સાધર્મિક ભક્તિના પ્રભાવે) ચાર કોડ દ્રવ્યને સ્વામી . પૂર્વે જણાવ્યા મુજબ ઘણી ભૂખને લઈ નિયમ ભૂલી ગયે. આટલે દેષ લગાડે તેથી ફૂલની વ્યાધિ ભેળવીને મરવું પડયું. આમાંથી શ્રાવકે શીખામણ લેવી જોઈએ કે લીધેલા નિયમમાં ભૂલથી પણ દેષ લગાડેવાથી રેગની પીડા ભોગવવી પડે છે. માટે નિયમ પાળવા તરફ બેદરકારી ન રાખવી. આ દષ્ટાંત ઉપદેશ પ્રાસાદના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org