________________
[ પર ]
શ્રી વિજયપધસૂરિજી કૃત્ય ર–ચલિતરસ-જે ખાવાની ચીજના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બદલાયા હેય, એટલે પહેલાં કરતાં રાખવામાં સ્વાદ ફેર લાગે, કે સુંઘતાં દુર્ગધ મારે. એમ વર્ણાદિ પણ ફર્યો હોય એમ માલૂમ પડે છે તેવી ચીજ ચલિત રસ (ફર્યો છે રસ જેને તેવી) કહેવાય.
આમાં કહેવાનું એ છે કે-બે સ્વાદ થયેલા વાસી અનાજ, દ્વિદલ, પુલ્લાં, વડાં, રાંધેલા ભાત, અ કહી ગયેલું અનાજ ન ખાવું. કારણ કે એ બધા પદાર્થો સ્વાદ ફેર થયા તેથી તેમાં ઘણું ઝીંણાં જંતુઓ ચેટે છે. તેને ખાવાથી મિથ્યાત્વ વધે, અને ઘણુ જીવ હિંસા થાય. કારણ કે સંમૂઈિમ છે તેમાં ઉપજે છે, રાતે વાસી અનાજ રાખ્યું હોય તે તે જોઈને, જેનારા છ મિથ્યા ભાવ પામોને આવી નિંદા કરે કે–અરે ! આ શ્રાવક થઈને આવું કરે છે? વાસી રહેલા સાથવા વિગેરે પદાર્થોમાં કાળીયાના જાળા થાય, અને ઝીણું જીવાત પણ ઉપજે. ખાતાં તે બધાની હિંસાનું પાપ લાગે. એમ વાસી માલપુવા, પિળી વિગેરેમાં બેઈદ્રિય લાળીયા જી ઉપજે. તે ખાવા ઉંદર આવે. તેને અવાજ સાંભળીને બિલાડી આવે. તેની પાછળ કુતરા આવે. આવી પરસ્પર (માંહમહે) હિંસા થાય. તેથી તેવી ચીજ વાસી રાખવી નહિ, ને ખાવી પણ નહિ. એમ શ્રી મહાકલ્પ નામના છેદ સૂત્રની ટીકા વિગેરે અનેક શાસ્ત્રોમાં કહ્યું છે. ચલિત રસ પદાર્થોને અભક્ષ્ય માનવા જ જોઈએ, કારણ કે રોટલી વિગેરેમાં તેવું પ્રત્યક્ષ દેખાય છે. એ પ્રમાણે કાલાતિક્રમ થયેલા પકવાન્ન વિગેરે પણ ચલિત રસમાં ગણુને ન ખાવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org