________________
[૫૫૪]
શ્રી વિજયપરિજી કૃત
લાગે” ત્યારે વનમાલાએ રજા આપી. આમાંથી સમજવાનું મેલે છે કે રાતે ખાવાથી ભયંકર પાપ બંધાય છે, અને બીજાની હિંસા થવા ઉપરાંત પોતાનું જીવન પણ બગડે છે. તેમજ રાતે જમતાં દી હોય, તે પણ ઝીણી જીવાત દેખાતી નથી, માટે તેની હિંસાથી બચવા માટે રાત્રિભોજન ન કરવું એજ વ્યાજબી છે. છે બીજા ધર્મના શાસ્ત્રમાં રાત્રિભેજનની આ
પ્રમાણે મનાઈ કરી છે કે ૧–સગાંનું મરણ થાય તો સૂતક લાગે, તો સૂર્ય આથમ્યા આદ ભજન કેમ કરાય?
૨–જે રાત્રિભેજનાદિ ચાર પાપને કરે, તેના તીર્થચાત્રા વિગેરે નકામા સમજવા, એમ પદ્મપુરાણને પાઠ છે.
૩-ભારતના અઢારમાં પર્વમાં કહ્યું છે કે, હે યુધિષ્ઠિર! તપસ્વીએ જરૂર રાતે પાણી પણ પીવું નહિ અને વિવેકી ગૃહસ્થાએ પણ રાતે પાણી પણ પીવું નહિ.
૪-મહાભારતમાં આવી બીના કહી છે કે, રાતે પાણી લેહી જેવું અને અનાજ માંસ જેવું થાય છે. આથી રાતે ભજન કરનારા જ લેહી અને માંસનું ભક્ષણ કરે છે.
પ-પદ્મપુરાણના પ્રભાસ ખંડમાં નરકના ચાર દ્વાર ગણાવ્યા તેમાં રાત્રિભેજનને લીધું છે.
-આયુર્વેદ પણ સ્પષ્ટ જાહેર કરે છે કે રાતે હૃદયકમળ અને નાભિકમળ સંકેચાય છે. સૂક્ષ્મ જીવાત ખાવામાં આવે, આથી રાત્રિભેજન ન કરવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org