________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૫૩૭ ] - વિગતવાર જાણવાની ઇચ્છાવાળાએ “પચ્ચખાણ ભાષ્ય. તેમજ ગુરૂગમથી જાણી લેવું.
છ વિગઈમાંથી ઓછામાં ઓછી એકાદીને તે વારાફરતી જ ત્યાગ રાખવું જ જોઈએ.
વિગઈને ત્યાગ ત્રણ રીતે થઈ શકે છે – ૧ મૂળથી ત્યાગ. ૨ કાચી ત્યાગ. (૩ નિવિયાતી ત્યાગ. દૂધ વિગઈ–
મૂળથી ત્યાગ હોય છે જેની અંદર દૂધ પડેલું હોય તેવી કઈ ચીજ વપરાય નહિ.
કાચી ત્યાગ હોય તે ફકત દૂધ પીવાય નહિ.
નિવિયાતી ત્યાગ હોય તે દૂધને સ્વાદ ફેર થઈ ગયેલી ચીજ ન વપરાય, જેવી કે, ખીર, દૂધપાક, બાસુદી વિગેરે. દહીં વિગઈ –
મૂળથી ત્યાગ હોય તે દહીં નાંખેલ કઈ પણ ચીજ ખવાય નહિ.
કાચી ત્યાગ હોય તે કાચું દહીં ખવાય નહિ. દહીંને સ્વાદ ફરી જાય તેવી રીતે કરીને ખવાય.
નિવિયાતી ત્યાગ હોય તો શીખંડ, રાયતું, દહીં ભાગીને કરવામાં આવેલી કઢી વિગેરે ના ખવાય.
ખાસ સૂચના - ગરમ કર્યા વિનાના ગોરસ એટલે કાચા દૂધ, દહીં અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org