________________
[ ૫૩૬ ]
શ્રી વિજયપધસૂરિજી કૃદ અચિત્ત થઈ જાય ત્યાર પછી સચિત્તમાં ગણાય નહિ. કેટલીક ચીજોમાંથી બી કાઢી નાંખ્યા બાદ બે ઘડી (૪૮મીનીટ) પછી અચિત્ત થાય છે. દાખલા તરીકે, પાકી કેરીમાંથી એટલે જુદે ર્યા પછી બે ઘડીયે તેને રસ તથા કકડા અચિત્ત થાય છે. કઈ વસ્તુ કયારે સચિત્ત અને ક્યારે અચિત્ત તે જાણવા માટે શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-હેસાણા તરફથી છપાયેલ “અભક્ષ્ય અનંતકાય” નામનું પુસ્તક વાંચવું, તેમજ ગુરૂગમથી વિશેષ માહીતી મેળવવી.
ખાવામાં આવતા દરેક સચિત્ત પદાર્થની આમાં ગણત્રી કરવામાં આવે છે, જેમકે આજે મારે ૧, ૨, ૫, ૭ કરતાં વધારે વસ્તુ ખાવી નહિ, તેમજ તેલથી પણ રખાય.
૨ દ્રવ્ય –આખા દિવસમાં જેટલી જાતની ચીજો હેડામાં નાંખવાની હોય તે દરેક જાતની ચીજ જુદા જુદા દ્રવ્ય ગણાય. જેમકે, પાણી, દૂધ, ભાત, ઘી, સોપારી.
ધાતુ તથા આંગળી મુખમાં નાંખીએ તે સિવાય મુખમાં જે ખાવામાં આવે તે દરેકની ગણત્રી કરવી.
૩ વિગઈ–કુલ વિગઈઓ ૧૦ છે. તેમાં મધ, મદિરા, માંસ, અને માખણ એ ચાર તો અભક્ષ્ય છે એટલે ભક્ષ્ય વિગઈએ ૬ છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, અને કડા વિગઈ તે ઘી તથા તેલમાં તળાય તે. (કઢાઈમાં થતી ચીજે એટલે તળેલી ચીજો, મીઠાઈ વિગેરે) દરેક વિગઈના નિવિયાતાના પાંચ પાંચ ભેદ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org