________________
[ પ૩૪ ]
શ્રી વિજયપદ્રસૂરિજી કૃત ભાગીદારી રહે જ છે. જેટલી ચીજેની આપણને જરૂર જણાય તેટલીજ માટે છુટ રાખી લઈને બાકીની દુનિયા ભરની તમામ ચીજોને ઈરાદા પૂર્વક ત્યાગ કરવાની જાગૃતિ રાખવાથી તે પાપ લાગતું નથી અને સંયમ કેળવાય છે. અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ ઉત્કૃષ્ટ કલ્યાણકારી મંગળ છે..
નિયમ ધારવા અને સંક્ષેપવા.
સવારે ––આખા દિવસમાં પોતાને જરૂર પડે તેમ હોય તેટલી ચીજો માટે છુટ રાખી લેઈ બાકીની વસ્તુઓને નિયમ કરવો તેનું નામ “નિયમ ધાર્યા” કહેવાય છે. - સાંઝે--સવારે ધારેલા નિયમોની મર્યાદા પ્રમાણે બરાબર પાલન થયું છે કે નહિ તેને વિગતવાર વિચાર કરી જે તેને “નિયમ સંક્ષેપવા” કહે છે.
લાભમાં –નિયમે સંપતી વખતે જેટલી ચીજ વાપરવાની જે પ્રમાણે છુટ રાખી હતી તેમાં પણ ઓછી વપરાશ કરી હોય તે બાકીની છુટ “લાભમાં” કહેવાય છે; કેમકે છુટ રાખવા છતાં વપરાશ વખતની પ્રવૃત્તિમાંથી થતા પાપમાંથી છુટવાને લાભ મળે છે.
જયણું –-ધર્મ કાર્ય વિગેરેને લીધે નિયમની મર્યાદાની હદ ઓળંગાય કે વધારે સૂક્ષ્મની ગણત્રી કરી શકાય નહિ તે તે સંબંધી રખાતી જે છુટ તેને “જયણુ” રાખી કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org