________________
શ્રી રેશયિતિ જીવન
[૫૩] કારણ કે તેમ થવું એ ભાગ્યને આધીન છે. ગ્રતાદિની સાધના કરીએ તેજ ભાગ્ય વધે, અને તે પછી સુખી થવાય. આ વ્રતમાં ચૌદ નિયમ ધારવા, બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને અને પંદર કર્માદાનને ત્યાગ કર વિગેરે મુદ્દાઓ રહ્યા છે. એ તે જરૂર સમજવું જોઈએ કે ઉત્તમ શ્રાવકધર્મને “શ્રાવકે અચિત્ત પદાર્થો ખાવા આ મુખ્ય માર્ગ છે, એમ ન બને તે ઉપર જણાવ્યા મુજબ ખાવાને અંગે અને વાપરવાને અંગે સચિત્તાદિનું પરિમાણ કરીને ચૌદ નિયમ ધારવા અને અભક્ષ્ય પદાર્થ વિગેરેને ત્યાગ કરો. તેમાં (૧) ચૌદ નિયમે કઈ રીતે ધારવા? (૨) તેમ કરવાથી લાભ? અને (૩) નિયમ નહિ ધારનારને શું નુકશાન થાય વિશે ખુલાસા દુકામાં આ પ્રમાણે જાણવી.
વૈદ નિયમ ધારવાની જરૂર. બાહ્ય દૃષ્ટિથી–વિચાર કરતા આજકાલ વધી પડેલા બીન જરૂરી ખર્ચ અને જરૂરીયાતને લીધે જીવન મેંઘુ થઈ પડેલું છે. સાદુ જીવન તેમાંથી બચવાના ઉપાય છે અને સાદા જીવનનું મૂળ સંયમી જીવન છે, અને આ ચૌદ નિયમ ધારવાની ચેજના સંયમી જીવન કેળવવા માટેની વ્યવહારૂ ચાવી હોય તેમ જણાય છે.
જૈન દષ્ટિથી–આખી દુનિયામાં આરંભ સમારંભની જે કાંઈ પ્રવૃત્તિઓ નિરંતર ચાલી રહી છે તેમાં રહેલા પાપોમાં આપણે ભાગ નથી એમ સાબીત કરી શકાતું નથી. અર્થાત જે આપણે ઈરાદા પૂર્વક ત્યાગ ના કર્યો હોય તે તેમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org