________________
[ પર ]
શ્રી વિજ્યપદ્વરિજી કૃત
(૭) ભેગપગ પરિમાણ વ્રત છે પ્રશ્ન–સાતમા ભેગે પગ પરિમાણને અર્થ શું?
ઉત્તર-જે પદાર્થો એક વાર ભગવાય એટલે ઉપયોગમાં લેવાય, તે ભેગ કહેવાય. તેવા ફૂલ વિગેરે જાણવા. અને જે પદાર્થો વારંવાર ઉપયોગ (વપરાશ)માં આવે, તેવા ઘરેણું સ્ત્રી, લૂગડાં વિગેરે ઉપભેગ કહેવાય. આ પ્રમાણે ભેગ અને ઉપલેગ શબ્દથી ઓળખાતા પદાર્થોનું ખાવાની અને વ્યાપારની અપેક્ષાએ પરિમાણ (નિયમ) કરવું, તે ભેગે પગ પરિમાણ વ્રત કહેવાય.
પ્રશ્ન—આ વ્રતને કયા કારણથી અંગીકાર કરવું જોઈએ?
ઉત્તર—દુનિયામાં ભેગોપભેગને લાયક વસ્તુઓ ઘણી છે. આપણને દરરોજ તે બધી ચીજોને વાપરવાને પ્રસંગ પડતો નથી, માટે જે પદાર્થો વપરાશમાં આવતા નથી, તે સંબંધી જરૂર નિયમ લે. અને જે પદાર્થો વપરાશમાં આવતા હોય, તે સંબંધી નિયમ બાંધો. આમ કરવાથી વિરતિ ગુણને લાભ મળે, દયાસિક નિર્દોષ સંતોષમય જીવન બને, નિર્મલ ધર્મ સાધીને સુખી થવાય. આ લાભ જાણુને ઉત્તમ શ્રાવકેએ આ વ્રતને ગ્રહણ કરવા જરૂર તૈયાર થવું, જે તેમ ન કરે, તે અવિરતિ વિગેરે નિમિત્તે ઘણું પાપકર્મ બંધાય, ચાલુ જીવન દુખમય બને, અને પરભવ પણ બગડે. યાદ રાખવું કે લગ્નાદિ પ્રસંગે જે હાદુરી દેખાડાય, તે તે સંસારને વધારે અને વ્રત લેવામાં હાદુરી કરીએ તે જરૂર સંસારને ઘટાડે, જેવી તેવી પ્રવૃત્તિ કરવાથી લક્ષ્મી ન મળે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org