________________
[૫ર૬ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત
૫-૧૦ વિગેરે) સંખ્યામાં પ્રમાણ કરવું. “ ચૌદ નિયમમાં વાહન શબ્દ આવે છે. તેને અંગે ભાડે ગાડી આદિમાં બેસવા માટે વિચાર કરીને નિયમ કર તથા જયણું રાખવી. આને વધારે ખુલાસે આગળ સાતમા વ્રતમાં આવવાનું છે, તેથી તે પ્રમાણે અનુકૂળતા હોય, તે તેમ કરવું નોંધ કરવી.)
- અહીં પરિગ્રહ પરિમાણની બીના પૂરી થાય છે. આમાં કારણે વધારાની ચીજ વેચવી પડે અને નવી ચીજ લેવી પડે તો નિયમિત રકમની કીંમત સુધી લઈ શકાય. રકમ વિગેરેની મર્યાદાથી ઉપરાંત ન થાય. વળી કોઈ અનામત મૂકી જાય, ત્યારે પ્રમાણ વધે તેની જયણું રાખવી.
આ પ્રમાણે ઈચ્છા પરિમાણુ કરી શકાય. તેને ખ્યાલમાં રાખીને કહેવું કે ઉપર જે બીના જણાવી છે, તે સિવાયના તમામ જાતના પરિગ્રહને દ્રવ્યાદિકથી છ છીંડી, ૪ આગાર, ૪ બોલ રાખીને ૨૧ ભાંગામાંના નકકી કરેલા ભાંગાએ આ “સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત અંગીકાર કરું છું. છે આ વ્રતના નીચે જણાવેલા પાંચ અતિચારેને
જાણુને ટાળવા છે - ૧ “ધન ધાન્ય પરિમાણતિકમ” નામને અતિચાર–એટલે ચાર પ્રકારના ધનને અને ચોવીશ પ્રકારના ધાન્યને જે મૂડા, માપ વિગેરેથી પરિમાણ નકકી કરીને જે નિયમ કર્યો હોય, તેમાં મૂડા વિગેરે મોટાં બાંધવા વિગેરે નિયુક્તિ પ્રયુક્તિ કરીને ફેરફાર ન કરાય, કારણ કે તેમ કરે તે અતિચાર લાગે..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org