________________
શ્રી દેશવિરતિ જીવન
[ યર૩] ૩ ક્ષેત્ર પરિગ્રહ પરિમાણુ–ક્ષેત્રના ૧. સેતુ (જેમાં રેંટ વિગેરેથી પાણી પિવાય તે) ૨. કેતુ (વરસાદના પાણીથી જે નિપજાવાય) ૩. ઉભયક્ષેત્ર એટલે બંને રીતે જ્યાં જલ પવાય. એમ ત્રણ ભેદ છે. આમાં જેને જે વ્યાપાર હોય, તે તરફ લક્ષ્ય રાખીને અમુક સંખ્યા (૨ ૫, વિગેરે) ખેતરની જયણું રાખે, તે બંધ ન હોય તે નિયમ કરે એમાં લાભ છે. પરંતુ બીજાને ધીરેલી રકમ વસુલ કરતાં લેણામાં ખેતર, બગીચ વિગેરે ગીરે, સાનમાં તથા વેચાણ રાખવા પડે, અને તેઓની વ્યવસ્થા કરવી પડે, તેની જરૂરીયાત જણાય તે જાણું રાખે.
૪ વાસ્તુ પરિગ્રહ પરિમાણું–વાસ્તુ શબ્દથી, ઘર વિગેરે અને ગામ નગર વિગેરે પણ લઈ શકાય. અહીં ગૃહાદિના (૧) ખાત (ભેંયરા વિગેરે) (૨) ઉછિત એટલે માળવાળા મહેલ વિગેરે. (૩) ખાતોછિત એટલે જેને ભેંયરું અને માળ બંને હોય છે. એમ ત્રણ ભેદ ધ્યાનમાં રાખીને ત્રણેનું ગણત્રી (સંખ્યા) આદિકથી પરિમાણુ કરવું. મકાનની બાબતમાં એ વિચાર કરી લે કે હાલ આટલા (૨-૫ વિગેરે) છે, અને તે ઉપરાંત જરૂર જણાય તો આટલા (૨-૫ વિગેરે) નવા કરાવું. કારણે મકાન વિગેરે વેચાણ લેવા પડે, અથવા ગીરે રાખવા પડે કે હેણા, બક્ષીસ, વારસા વિગેરેમાં મળે તો તેવા મકાને અમુક સંખ્યામાં (૨-૫ વિગેરે) રાખું. વળી તેમાં અને હાલ જે મકાન વિગેરે છે, તેમાં કારણે સેંયરા, ટાંકા, માળ વિગેરે કરાવવાની કે ઘટાડવાની અથવા નવેસર કરવાની જરૂર જણાય, તે તેની જયણા. ઉપરના મકાને, બગીચા સહિત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org