________________
[ પર ]
શ્રી વિજ્યપરિજી કૃત
રાખું. તેવા દાગીના મારે ત્યાં કેઈ ઘરાણે મૂકવા આવે, ત્યારે તે વખતે (ઉપર જણાવેલી ૨ હજાર વિગેરે કરતાં) રકમ વધી જાય તેની જયણા.
વળી મારે માટે, તેમજ બૈરાં છોકરાં વિગેરે પરિવાર, નેકર, ચાકર વિગેરેને માટે રેશમી, સુતરાઉ, ઉનના, કસબી વિગેરે જે જે જાતનાં કપડાં મળતાં હોય, તે તે જાતના અમુક (રૂ. ૧૦૦ વિગેરે સુધીના) પ્રમાણમાં (નવું કાપડ) રાખું. એમ પહેરવા, ઓઢવા, લેવા, દેવા સારૂ પરિગ્રહ તરીકે રાખું. આમાં જૂનાં લૂગડાને વાપરવાની ધારણા પ્રમાણે જાણું રખાય, તેમજ લગ્નાદિ પ્રસંગે શરપાવ આદિમાં લેવા દેવાની જયણું.
+ ૨ ધાન્ય પરિગ્રહ પરિમાણ–આખા માસ વરસ વિગેરેને માટે અમુક (મણ, ખાંડી વિગેરે) પ્રમાણમાં ધાન્ય સંઘરવા તરીકે રાખી શકું. આમાં ધાન્ય પરિભેગનું પ્રમાણ પણું ભેગું લઈ શકાય. આનો નિયમ કરવાના સરલ રસ્તો એ છે કે--મારા અને (અથવા) કુટુંબ પરિવારના ઉપયોગને માટે દર વર્ષે અમુક (૨૦૦ વિગેરે) રૂપિયાનું સર્વ જાતનું (ઘઉં વિગેરે) અનાજ ભરવું. (સંઘરવું) તેમાં કેઈની સાથે ઓળખાણ આદિ સંબંધ હોય તેથી તેને આપવાની અને વેચવાની જયણ. વેપાર તરીકે વેચવાની જ્યણા ઈચ્છાનુસારે રખાય, તેમજ ધાર્મિક પ્રસંગે અને પિતાના (વિગેરેના) વ્યાવહારિક જમણવાર આદિ પ્રસંગે અનાજ વધે, તેને વેચવાની અને દેવાની જય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org