________________
શી દેશવિતિ જીવન
[ પર)
અને ઉપર રાખેલી (૨૦ હજાર વિગેરે) રકમ તરફ લક્ષ્ય રાખીને શો વિગેરેના સંબંધમાં વેચવાની, લેવાની, ફેરફાર કરવાની જયણાને અંગે જરૂરીઆત જણાય તો રાખે.
૨ ધરિમ–ઘર કાર્યમાં ભરવા માટે તથા ખાવા વિગેરે લેગ (વપરાશ)માં લેવા માટે “તેલીને વેચાય, તથા લેવાય તેવા” જરૂરી પદાર્થોનું પરિમાણ કરવું જોઈએ. તે આ પ્રમાણે, આમાં ધાન્યનું પરિમાણ આગળ “ધાન્ય પરિગ્રહ પરિમાણ” કરવાના પ્રસંગે કરવું. બાકી દહી, ગોળ, ઘી, તેલ વિગેરે વસ્તુઓ દર મહિને અમુક (રૂ. ૪૦ સુધી વિગેરે) પ્રમાણમાં (ઘરમાં) લાવવી. આમાં કેટલાએક શ્રાવકો જમણુવારાદિ પ્રસંગે જોઈતી ચીજો લાવવાની બાબતમાં ખપ પૂરતી જયણું રાખે છે, તેવી જયણની જરૂર જણાય તો તેની અને ધાર્મિક સાધર્મિક વાત્સલ્યાદિ નિમિત્ત જયણા રખાય, તેમજ કઈ ચીજ વધારે હોય તો વેચવાની અને આપવાની જરૂરી જયાણ રખાય.
૩ મેય–(માપથી વેચાય તે) દૂધ વિગેરે જરૂરી પદાર્થો દર મહિને અમુક મર્યાદા (રૂ. ૧૦ વિગેરે) સુધી લઉં. આમાં જમણવાર, લગ્નાદિ પ્રસંગે વધારાની તથા ધાર્મિક પ્રસંગને અંગે જરૂરી જયણ.
૪ પારિછેદ્ય–(પરખીને અને છેદીને) કસીને લેવાય તે. અહીં સોના વિગેરેનું પરિમાણુ “સાતમાં મુખ્ય પરિગ્રહનું પરિમાણુ કરતી વખતે કરવું વ્યાજબી છે, અને હીરા વિગેરે ઝવેરાત અમુક (રૂ. ૨ હજાર વિગેરે સુધીના) પ્રમાણમાં
૩૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org