________________
શ્રી દેશવિરતિ જીવન
[ પ૧૯ ] જેથી સંસારના તીવ્ર દુખોને નાશ કરનારું આ વ્રત છે. આ વ્રતને અંગીકાર કરવાથી અવિરતિ ભાવે બંધ થતા નથી, સંતેષમય જીવન બને છે, તથા ધાર્મિક સાધના નિરાંતે શાંતિથી થાય છે. મરણ વખતે સમાધિ જળવાય છે. સદ્ગતિના સુખ મળે, અને આત્મા નિર્મલ બને. આ બાબતમાં વિદ્યાપતિ શેઠની બીના જાણવા જેવી છે. તેમણે આ વ્રતના પ્રભાવે જતી લક્ષ્મીને સ્થિર કરી, ધર્મમય જીવન ગુજારતાં રાજ્ય અદ્ધિ પામ્યા. ત્યાં નિયમ ઉપરાંતની લક્ષ્મી જિનાલયાદિ કાર્યોમાં વાપરી છેવટે પુત્રને રાજ્ય ભળાવીને સંયમ સાધીને દેવતાઈ સુખ પામ્યા, અને પાંચમે ભવે સિદ્ધ થયા. એમ પેથડનું દષ્ટાંત પણ યાદ રાખવું. તેણે આ નિયમને લઈને સાતે ક્ષેત્રોમાં અનર્ગલ લક્ષ્મી વાપરીને, ભર જુવાન વયમાં શીલ વ્રતને સાધીને મનુષ્ય ભવ સફળ કર્યો. (ઉપદેશ પ્રા. ભાગ ૩, પા. ૧૯૨, અહીંથી વિસ્તાર જાણ.)
પ્રશ્ન—આ વ્રત ન લઈએ તે ગેરલાભ ?
ઉ–જેમ જેમ પરિગ્રહ વધે, તેમ તેમ તૃષ્ણ વધે, તેથી મહા આરંભાદિ કાર્યો કરાય છે, તેથી નરકાદિની વિડબનાઓ અનિચ્છાએ પણ ભેગવવી પડે છે. આ બાબતમાં દષ્ટાંત એ કે-મમ્મણ શેઠ ધનાદિની મમતા કરવાથી અને સગર રાજા પુત્રના મોહથી, કુચિકણું ગાયેના ધણની મમતાથી, તિલક શેઠ ધાન્યની મમતાથી, નંદ રાજા સુવર્ણની નવ ટેકરીઓ છતાં તીવ્ર મમતાથી નરકાદિ દુર્ગતિનાં દુઃખ પામ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org