________________
[ પt૮ ]
શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત પરિગ્રહ કહેવાય. આમાં બે પ્રકારના પરિગ્રહની બીના આવી એમ સમજવું. એટલે ધન ધાન્યાદિ પદાર્થોની ઉપર જે મમતા રાખવી, તે ભાવ ( અત્યંતર) પરિગ્રહ કહેવાય. આના (૧) મિથ્યાત્વ. (૨ થી ૫) ધાદિ ચાર કષાય. (૬ થી ૧૪) હાસ્યાદિ નવ કષાય. એમ ૧૪ ભેદ છે. અને ધન, ધાન્ય, ખેતર, વાસ્તુ, રૂપું, સોનું, કુખ્ય, દ્વિપદ. ચતુષ્પદ એમ મુખ્યતાએ નવ પ્રકારના પદાર્થોને સંઘરવા તે દ્રવ્ય (બાહ્ય) પરિગ્રહ કહેવાય છે. તેને ત્યાગ કરે તે દ્રવ્ય પરિગ્રહ વિરમણ વ્રત કહેવાય.
પ્રશ્ન-આ વ્રતને અંગીકાર કરવાનું કારણ શું?
ઉત્તર-- તિ શાસ્ત્રમાં ચંદ્ર વિગેરે નવ ગ્રહ કહેવાય, ત્યારે ઉપર જણાવેલા મમતાદિને પરિગ્રડુ તરીકે ઓળખાવ્યા તેમાં રહસ્ય અને મુદ્દો એ રહે છે કે પરિગ્રહ એ પ્રબલ દુઃખ આપે છે માટે તેનું પરિમાણ-મર્યાદા કરવી જોઈએ. આવું સમજીને રાજા સંપ્રતિ તથા રાજર્ષિ કુમારપાલ વિગેરે ઘણું ભવ્ય જીએ શ્રાવક ધર્મને વિધિપૂર્વક ગ્રહણ કરતી વેળાએ ધનાદિ પરિગ્રહનું પરિમાણ કર્યું હતું. એટલે ધન વિગેરે પદાર્થો અમુક પ્રમાણમાં રાખવા એવો નિયમ કર્યો હતું. બીજી રીતે એમ પણ સમજવું કે પ્રમાણે ઉપરાંતના દ્વીપદ=દાસી વિગેરે, ચતુષ્પદ=પશુ વિગેરે અને વસ્ત્રાદિ અચિત્ત પદાર્થોને નિયમ બાંધવો, એ પાંચમાં આવ્રતનું તત્વ છે. યાદ રાખવું જોઈએ કે સમુદ્રમાં રહેલા વહાણમાં જેમ જેમ બેજે વધે, તેમ તેમ ડૂબતું જાય, એમ વધારે પરિગ્રહને લઈને જીવને સંસાર સમુદ્રમાં ડૂબવું પડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org