________________
શ્રી યાવિતિ જીવન
[ ૧૭ ]
૪. પવિવાહ કરણે નામને અતિચાર–કન્યાદાનના ફળની ઈચ્છા વિગેરે કારણથી, બીજાની સંતતિને વિવાહ કરાવે છે. આમાં પિતાના પરિવારને અંગે જરૂરી જયણું શખવી હોય તો રાખે. પણ ખરી વાત એ છે કે, સમજુ શ્રાવકે પોતાના પરિવારની બાબતમાં પણ નિયમિત ધારણા રાખવી જોઈએ. કૃષ્ણ મહારાજા અને પ્રભુશ્રી મહાવીરદેવના મામાં પરમ શ્રાવક ચેડા રાજાને એવો નિયમ હતો કે પિતાની સંતતિના વિવાહના કાર્યમાં પોતે ભાગ ન લે.
પ. તીવ્ર અનુરાગ-શ્રાવકે ભેગતૃષ્ણ તરફ રાગદષ્ટિ, તીવ્ર લાગણું ન રાખવી જોઈએ. કારણ કે પરિણામે વ્રતની મર્યાદા ટતી નથી. તેમ કરે તે અતિચાર લાગે. ખરું ડહાપણ તે એમાંજ ગણાય કે પવિત્ર શ્રી જિનધર્મની આરાધનામાં તેવી લાગણી રાખવી. હું સંપૂર્ણ શીલની આરાધના કરનારા મુનિવરાદિ ભવ્ય જીને નમસ્કાર કરું છું. એમ નિરંતર વિચાર કરો.
શ્રાવકે ઉપરની બીના ધ્યાનમાં લઈને નિર્ભય શીલ ધર્મની નિર્દોષ આરાધના કરવા ઉજમાલ થવું છે
છે (૫) સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત
દેશથી અથવા અમુક અંશે (સ્થૂલ દષ્ટિએ) પરિગ્રહનું પરિમાણ કરીએ તે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય.
પ્રશ્ન—પરિગ્રહ એટલે શું?
ઉત્તર–મેહની (મેહની અસંતોષ વૃત્તિની) પરવશતાને લઈ જી જુદી જુદી જાતના પદાર્થો એકઠા કરે (સંઘરે) તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org