________________
[ પાદ].
શ્રી વિજ્યપધરિજી કૃત
૨. ઇત્વર પહિતા ગમન નામને અતિચાર-પ્રત્યેક પુરૂષ પાસે જનારી વેશ્યાને કેઈએ અમુક કાળને માટે પિતાની (સ્ત્રી) કરી રાખી હોય તેનું ગ્રહણ કરવું તે. આ બીજા અતિચારને અર્થ છે. અથવા કાંઈ મૂલ્ય કરાવીને અમુક કાળ સુધી પિતાની સ્ત્રી તરીકે સ્વીકારવી તે. આ બીજા અતિચારને અર્થ છે. “પરસ્ત્રીગમન વિરમણ રૂપ નિયમવાળા છે ઉપર જણાવેલી સ્ત્રીની બાબતમાં એમ વિચારે કે, “મારે તે પરસ્ત્રીને માત્ર ત્યાગ છે, અને આ તે અમુક કાળ સુધી મારી સ્ત્રી થએલી છે, તેથી આમ કરવામાં વ્રતને અડચણ નથી” આવા ઇરાદાથી પ્રવૃત્તિ કરે તે અતિચાર લાગે. પણ ખરી બીના એ છે કે પહેલાં થોડા કાળ સુધી પણ બીજાની સ્ત્રી થયેલી હોવાથી તે પણ પરસ્ત્રી જ (બીજાની સ્ત્રી છે એમજ ) ગણાય.
પરસ્ત્રીગમનના નિયમવાળા જેને અંગે આ બે અતિચાર તરીકે સમજવા. અને સ્વદારા સંતોષી જીવેને તે ઉપર પ્રમાણે થઈ શકે જ નહિ. કારણ કે તેમ કરવાથી અનાચારજ કહેવાય, અને તેવું કરે તે વ્રત રહેજ કયાંથી? અર્થાત નજ રહે.
૩. અનંગ કીડા નામનો અતિચાર–કામ પ્રધાન ક્રીડા એટલે વિષયવાસનાને વધારનારી કાયિક (શરીરની) ચેષ્ટા, (પરસ્ત્રીને) આલિંગન, ચુંબન વિગેરે અથવા કામને ઉત્તેજન દેનારા આસન વિગેરે કરવા. શ્રાવકેએ તેમ કરવું નહિ. કરે તે અતિચાર લાગે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org