________________
[ ૫૧૪ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
ષીને અંગે સમજવાની નથી. પણ પરસ્ત્રીંગમન વિરમણવાલાને અંગે જણાવી છે. કારણ કે સ્વદારા સતેાખીને પેાતાની સ્ત્રી સિવાયની તમામ સ્ત્રીએ પરસ્ત્રી છે' એમ માનવાનું હાય છે. વળી ‘સ્વદારા ’ અહીં દારા એટલે સ્ત્રી શબ્દનું કથન એ સંક્ષેપથી (ટૂંકામાં, ઉપલક્ષણથી) કર્યુ છે. તેના સ્પષ્ટ (સ્પેલે) અર્થ એ છે કે, આ ઉત્તમ વ્રતને ગ્રહણ કરવાની ઇચ્છાવાલી શ્રાવિકાઓએ પણુ સ્વ ( પેાતાના ) પતિ સિવાય ખીજા સર્વ પુરૂષોના ત્યાગ કરવા, એટલે નાનાને દીકરાની જેવા અને સરખી ઉંમરવાલાને ભાઇ જેવા તેમજ માટી ઉમરવાળાને પિતાની જેવા ગણવા. તેમજ એ પણ વારંવાર યાદ કરવું કે, (૧) પ્રભુ મલ્લિનાથે પેાતાની પુતળી બનાવીને ઉપરનું ઢાંકણું ઉઘાડીને દરરાજ અનાજના કાળીયા અંદર નાંખીને આ દૃષ્ટાંતે અનુરાગી મિત્રાને અશુચિમય આ સ્ત્રીના શરીરને પરિચય કરાવીને નિર્મલ શીલમય સયમ સાધવાને તૈયાર કર્યો. (ર) રાજીમતીએ શીલધર્મમાં મજબૂત રહીને રથનેમિને સયમમાં સ્થિર કર્યા. (૩) રાવણુના કષ્ટોને સહન કરીને પણ સીતાએ શીલ ટકાવ્યું. (૪) કંદર્પ રાજાના જીહ્માને સહન કરીને પણ મલયાસુંદરીએ શીલ ટકાવ્યું. એમ વિચારીને ભવ્ય જીવેાએ શીલને ટકાવવુંજ જોઇએ.
આ પ્રસંગે યાદ રાખવું કે દ્રવ્ય મૈથુન વિરમણ વ્રતનું સ્વરૂપ જણાવતી વેળાએ પૂજ્ય પૂર્વાચાર્ય ભગવંત એ અપેક્ષાએ દ્રવ્ય મૈથુનના એ ભેદ આ પ્રમાણે જણાવ્યા છે. ૧. ઔદારિક દેહધારી મનુષ્ય સ્ત્રી અને તિર્યંચની સ્ત્રી સાથેની મૈથુન ક્રિયાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org