________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૫૦૭ ] જમીન ઉપર પડી ગયેલું, ૪ ભૂલાઈ ગએલું, પ. જેને માલીક હયાત નથી, તેવા દ્રવ્યાદિ. વિગેરે ચેરી કરવાના ઇરાદાપૂર્વક ખાતર પાડીને કે ધાડ પાડીને પોટલી આદિની ગાંઠ છેડીને, તાળું ભાંગીને બીજાના દ્રવ્ય વિગેરેની ચોરી કરું નહિ, કરાવું નહિ. જેથી લોકમાં “આ ચેર છે” એમ કહેવાય, તેવી ચેરીને કરું નહિ. દાણ ચેરી, ખાતર પાડવું, ખિસ્સા કાતરવાં, કેઇની ગાંઠ છોડવી, તાળું તોડવું, લૂંટ કરવી. ભેંય પડેલી ચીજ ચોરી કરવાની બુદ્ધિએ લેવી. રાજ્યદંડને ગૂને લાગુ થાય તેવી ચોરી, થાપણુ મૂકી હોય તે એળવવી, વિગેરે મેટા અદત્તાદાનને કરું નહિ, કરાવું નહિ. છે આ વ્રતમાં જયણાની બીના આ પ્રમાણે છે
૧-જેને માટે લેવામાં બહુ મનાઈ ન હોય, તેવા માલીકી વિનાના ઘાસ વિગેરે લેવાઈ જાય, તેની જયણા.
૨-નિદ્રા (ઉંઘ)માં સ્વપ્નમાં તેવું લેવાય તેની જયણા.
૩-પુત્રાદિ પરિવારની ઘરમાં રહેલી ચીજ તથા કેઈએ મને અમુક ચીજ આપી હોય, ને તે ઘરમાં મૂકી હોય, તે પૂછયા વિના લેવાય, તેની જયણું.
૪–સગા સંબંધી વિગેરે ઓળખીતા વિગેરેના ઘેર દુકાન, ઓફીસ આદિ સ્થલે જવાના પ્રસંગે પૂછયા વિના કઈ ચીજ લેવાય તથા વપરાય, તેની જયણા.
પ-મુસાફરીના પ્રસંગે પરદેશમાં સાથેના માણસને પૂછયા વિના કેઈ ચીજ લેવાય, વપરાય, તથા જેને ત્યાં ઉતર્યો હોઉં, ત્યાંની કંઈ ચીજ પૂછયા વિના લેવાય, વ૫રાય, તેની જયણું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org